મા-બાપ જ કરાવે છે સૌથી ખરાબ નશો:પહેલા 'પોકેમોન હવે 'કોરિયન BTS', ડ્રગ્સથી પણ ખરાબ મોબાઇલની લતમાં બાળકો બને છે આવા ક્રૂર! - Alviramir

મા-બાપ જ કરાવે છે સૌથી ખરાબ નશો:પહેલા 'પોકેમોન હવે 'કોરિયન BTS', ડ્રગ્સથી પણ ખરાબ મોબાઇલની લતમાં બાળકો બને છે આવા ક્રૂર!

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • First ‘Pokemon’, Then ‘Bluewhale PubG Freefire’, Now ‘Korean BTS’, Even Worse Than Heroin, Children Become Addicted To Mobile Phones, So Cruel!

સુરતએક કલાક પહેલાલેખક: સુનિલ પાલડિયા

અત્યારે બાળક બે મહિનાનું હોય કે 12 વર્ષનું, રડે કે જીદ કરે, એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં મા-બાપ ફટ દઈને સ્માર્ટફોન તેને પકડાવી દે છે, પરંતુ આ વખતે મા-બાપને એ ખબર નથી હોતી કે તેઓ પોતાના વહાલસોયાને દુનિયાના સૌથી ખરાબ નશાના બંધાણે ચઢાવી રહ્યા છે. ડ્રગ્સ-હેરોઇન કરતાં પણ અત્યારે સૌથી ખરાબ નશો છે મોબાઈલ સ્માર્ટફોનનો. આજનાં બાળકો ભણવા, બહાર રમવા કે પછી પરિવાર સાથે બેસીને વાતો કરવા કરતાં સૌથી વધુ સમય મોબાઈલમાં વિતાવે છે. મોબાઈલમાં બાળકો પોકેમોન, બ્લૂવ્હેલ, પબજી, ફ્રીફાયર જેવી હિંસક ગેમ અને હવે કોરિયન BTS બેન્ડના રવાડે ચઢી અતિહિંસક અને ક્રૂર બનવા લાગ્યા છે.

મોબાઈલ એડિક્ટ બાળકો જીવ લેવા જેટલા ‘ક્રૂર’ થયા
મોબાઈલ ગેમ અને એના વળગળને કારણે અનેક બાળકો-યુવાનોએ જીવ ગુમાવ્યાના ગુજરાત સહિત દેશભરમાં કિસ્સા છે. રોજેરોજ વધી રહેલા આવા કિસ્સાને લઈને મનોચિકિત્સકો પણ ચિંતિત છે. અત્યારે દરેક સાઇકિયાટ્રિસ્ટ પાસે દરરોજ સરેરાશ પાંચથી છ વાલી પોતાનાં સંતાનોને મોબાઈલમાં ગેમ કે સતત વીડિયો જોવાની આદતોને છોડાવવા જઈ રહ્યા છે. સાઇકિયાટ્રિસ્ટના મતે મોબાઈલનું વળગણ બાળકો માટે ડ્રગ્સના નશા કરતાં પણ વધુ ખતરનાક છે. આવાં એડિક્ટેડ બાળકો પરિવાર માટે પણ જોખ ઊભું કરી રહ્યાં છે. આ લતને કારણે તેઓ એટલા ક્રૂર થઈ ગયાં છે કે પોતાનો તો ઠીક, બીજાનો જીવ લેતા પણ ખચકાતાં નથી.

પેરેન્ટિંગ એક ફુલ ટાઈમ નોકરી છે
ડો. તૃપ્તિ પટેલ(સાઇકિયાટ્રિક)એ જણાવ્યું હતું કે, માતા પિતા સમજતા જ નથી કે પેરેન્ટિંગ એક ફુલ ટાઈમ નોકરી છે. જેથી મોબાલઈથી આ નોકરીને બેલેન્સ કરવાનો પ્રયાસ કરે છે એ આ ખોટું છે. આ મોબાઈલ ગેમ એવી રીતે જ બનાવવામાં આવે છે કે કોઈ પણ આ ગેમના એડિક્ટ થઈ જાય. નાના બાળકો માટે આ એડિક્ટેડ થઈ રહી છે. વાલીઓએ જ બાળકોને સમય આપી આ એડિક્શનમાંથી બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment