મિત્ર મિત્રને બચાવી ન શક્યો:પાલનપુરમાં કોમ્પલેક્ષના ત્રીજા માળે બેઠેલા બે મિત્રોમાંથી એક નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત - Alviramir

મિત્ર મિત્રને બચાવી ન શક્યો:પાલનપુરમાં કોમ્પલેક્ષના ત્રીજા માળે બેઠેલા બે મિત્રોમાંથી એક નીચે પટકાયો, ઘટનાસ્થળે જ મોત

બનાસકાંઠા (પાલનપુર)21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બંને મિત્રો વાતોમાં મશગુલ હતા ત્યારે એકનો પગ લપસ્યો
  • બીજા મિત્રે બચાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો

પાલનપુરમાંથી એક ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં એક કોમ્પલેક્ષના ત્રીજા માળે દિવાલ પર બેઠેલા બે મિત્રોમાંથી એકનો પગ લપસી જતા નીચે પટકાયો હતો. જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેને બચાવવા તેના મિત્રએ તમામ પ્રયત્નો કર્યા હતા, જોકે, તે નિષ્ફળ રહ્યો હતો. જેને પણ ઇજાઓ પહોંચતા સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસે તપાસ હાથ ધરી
પાલનપુરમાં હાઇવે વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષના ત્રીજા માળે રેલીંગ પર પાટણના બે મિત્રો બેઠા હતા. બંને મિત્રો પોતાની વાતોમાં મશગુલ હતા, ત્યારે અચાનક એક મિત્રનો પગ લપસી તે નીચે પટકાયો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બચાવવા જતા બીજા મિત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પોલીસને જાણ થતાં પાલનપુર શહેર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈ વધું તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment