મુશ્કેલી:છેલ્લાં 3 વર્ષથી વેરો ભરીએ છીએ,પાણી ક્યારે આપશો? - Alviramir

મુશ્કેલી:છેલ્લાં 3 વર્ષથી વેરો ભરીએ છીએ,પાણી ક્યારે આપશો?

વડોદરા5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સમૃદ્ધિ રેસિ.ના રહીશોનો પાલિકાને સવાલ
  • એક મહિનો પાણીનું ટેન્કર આપી બંધ કરી દેવાયું

સોમા તળાવ સમૃદ્ધિ રેસિડેન્સીમાં 3 વર્ષથી વેરો ભરવા છતાં પાણીનું કનેક્શન અપાયું નથી. શનિવારે રહીશો રજૂઆત કરવા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં મેયર અને પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરી હતી.

સોમા તળાવ સમૃદ્ધિ રેસિડેન્સીમાં 3 વર્ષથી લોકો રહેવા આવ્યા છે અને 210 લોકો 3 વર્ષથી વેરો ભરી રહ્યા છે. જોકે પાલિકાએ હજી સુધી પાણીનું કનેક્શન આપ્યું નથી. જેને પગલે શનિવારે રહીશોએ પાલિકાની વડી કચેરીએ પહોંચી પાણીનું કનેક્શન આપવા રજૂઆત કરી હતી. સમૃદ્ધિ રેસિડેન્સીના ભુપેન ચૌહાણે જણાવ્યું કે, સોસાયટીમાં રહેવા આવ્યા છતાં હજી પાણીની લાઈન નખાઈ નથી.

અગાઉ રજૂઆત કરતાં ટેન્કર મોકલાતાં હતાં. જ્યારે બિલ્ડરે બોર કરાવી આપતાં તેમાં આવતું પાણી 5500 ટીડીએસવાળું છે. માત્ર એક મહિનો પાણીનું ટેન્કર આપ્યા બાદ બંધ કરતાં રહીશોએ શનિવારે પાલિકાની કચેરી પહોંચી મેયર અને પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી હતી. તંત્રે વહેલી તકે પાણીની લાઈન નાખવા ખાતરી આપીછે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment