મેઘમહેર:વડોદરાના મોટા જળાશયો દેવ ડેમ અને આજવામાં રૂ. 18 કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત - Alviramir

મેઘમહેર:વડોદરાના મોટા જળાશયો દેવ ડેમ અને આજવામાં રૂ. 18 કરોડ જેટલી કિંમતનું પાણી સંગ્રહિત

વડોદરા22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજવા ડેમમાં પાણીની આવક.

હવા, જમીન એટલે કે પૃથ્વી, પ્રકાશ અને પાણી જેવી કુદરતે સમગ્ર માનવ જાતને આપેલી અણમોલ ભેટની કોઇ કિંમત હોતી નથી, પણ માનવીને તેની કિંમત સમજાતી નથી. હવે પાણીની જ વાત કરીએ તો આ ચોમાસામાં કુદરતે ભરપૂર વરસાદ વરસાવ્યો છે. તેના પરિણામે વડોદરા શહેર અને જિલ્લામાં આવેલા બે મોટા જળાશયો છલકાઇ ગયા છે. જો એક અંદાજ લગાવવામાં આવે તો આ બન્ને જળાશયોમાં રૂ. 18 કરોડની કિંમતનું પાણી સંગ્રહિત થયું છે. આટલી કિંમતનું પાણી કુદરતે વડોદરાને સાવ મફતમાં આપ્યું છે.

એક હજાર લિટર દીઠ રૂ. 6નો ચાર્જ
કુદરતે આપેલા પાણીની કિંમત જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા વડોદરા મહાપાલિકાને આપવામાં આવતા રૂ.૬ પ્રતિ હજાર લિટરના દરે પાણીની કિંમતે આંકવામાં આવે તો રૂ. 18 કરોડનું મૂલ્ય થવા જાય છે. પાણી પુરવઠા બોર્ડ વર્તમાન સમયે પ્રતિ એક હજાર લિટરે રૂ. 6 નો ચાર્જ વસુલે છે.

દેવ ડેમમાં 717.90 એમસીએફટી નવું પાણી આવ્યું
વડોદરામાં આવેલા જળાશયોની સ્થિતિ જોઇએ તો દેવ ડેમમાં ગત્ત તા. 1 જૂનના રોજ વોટર લેવ 85.14 મિટર હતું. તેમાં ડેમની કુલ ક્ષમતાના 35.72 ટકા એટલે કે 857 એમસીએફટી જળરાશીનો સંગ્રહિત હતું. હવે તા. 15 જુલાઈની સ્થિતિએ ડેમમાં પાણીનું સ્તર 87.87 મિટર છે. જ્યારે, તેમાં હાલની સ્થિતિએ 1575 એમસીએફટી પાણી સંગ્રહિત થયું છે. સાદા શબ્દોમાં કહીએ તો દેવ ડેમમાં 717.90 એમસીએફટી નવું પાણી આવ્યું છે. આ જળરાશીની કિંમત પાણી પુરવઠાના દરે આંકવામાં આવે તો આ પાણીનું મૂલ્ય રૂ. 12.20 કરોડ થવા જાય છે. દેવ ડેમનો કુલ કમાન્ડ એરિયા 11017 કમાન્ડ એરિયા છે. જેમાં ખરીફ પાક માટે 3732 હેક્ટર, રવી સિઝન માટે 150 હેક્ટર સહિત સિંચાઇ થાય છે.

ઇનજેરોએ કર્યું વિશ્લેષણ
એ જ રીતે વડોદરા શહેરમાં નર્મદા, મહિ ઉપરાંત આજવા જળાશયનું પણ પાણી વિતરણ કરવામાં આવે છે. હવે, આજવા ડેમમાં વરસાદ પહેલા પાણીનું લેવલ 207.20 ફૂટ હતું. અત્યારે મેઘરાજાની મહેરબાનીથી આ લેવલ હાલમાં 209.70 ફૂટ પહોંચી ગયું છે. તેમાં 338 એમસીએફટી નવા પાણીનો સંગ્રહ થયો છે. આ પાણીની કિંમત ઉક્ત દરોએ રૂ. 5.74 કરોડ થઇ જાય. આ આંકડાનું વિશ્લેષણ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ. ડી. ગોહિલ તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ગિરીશ અગોલાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment