મેઘમહેર કરતા મેઘકહેર વધુ:સિઝનનો 80 ટકા વરસાદ થઇ ગયો છે પણ ફાયદા કરતા અનેકગણી ખાનાખરાબી થઇ - Alviramir

મેઘમહેર કરતા મેઘકહેર વધુ:સિઝનનો 80 ટકા વરસાદ થઇ ગયો છે પણ ફાયદા કરતા અનેકગણી ખાનાખરાબી થઇ

નવસારી24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં મહત્તમ વરસાદ એકસાથે ઝીંકાતા આમજનતા તથા તંત્રને કરોડોની નુકસાની, ઘોડાપૂરમાં જાનહાનિ પણ થઇ

નવસારી જિલ્લામાં સિઝનનો વરસાદ તો 80 ટકા થઈ ગયો પણ મેઘમહેરની જગ્યાએ મેઘકહેર જ વધુ થઈ છે. નવસારી જિલ્લામાં જૂન મહિનામાં માંડ ટકા જ વરસાદ પડ્યો હતો પણ જુલાઈ મહિનાથી બરાબર ચોમાસુ જામ્યું હતું. જિલ્લાનો 30 વર્ષનો સિઝનનો સરેરાશ વરસાદ 73 ઈંચ છે, જેની સામે 16 જુલાઈ સુધીમાં જ 59 ઈંચ વરસાદ થઈ જતા સિઝનનો ટકા વરસાદ થઈ ગયો છે. મહત્તમ વરસાદ છેલ્લા 16 દિવસમાં જ થયો છે. સૌથી વધુ સિઝનનો વરસાદ વાંસદા અને ખેરગામ તાલુકામાં સિઝનનો અનુક્રમે 75 ઈંચ અને 73 ઈંચ થઈ ગયો છે.

આમ તો વરસાદ સારો પડે તો ખાસ કરીને ખેતી અને અન્ય વ્યવસાય માટે પણ સારું માનવામાં આવે છે, જોકે સમયાંતરે ક્રમશઃ પડે તો ફાયદાકારક રહે છે જ્યારે હાલ આમ થયું નથી. મહત્તમ વરસાદ છેલ્લા અઠવાડિયા દરમિયાન નવસારી અને ડાંગ જિલ્લામાં ઝીકાઈ જતા નદીઓમાં પુર આવ્યા, અનેક વિસ્તારો કલાકો સુધી પાણીમાં જ રહેતા જિલ્લામાં વરસાદથી ફાયદા કરતા નુકસાની વધુ થઈ છે.લોકોની ઘરવખરી, માલમિલ્કતને તો નુકસાન થયું સાથે હજારો વિઘા ખેતીનો પાક પણ ધોવાઈ જતા નુકસાની થઈ છે.

15 હજાર મરઘા, 78 ગાય-ભેંસના મોત, 4 માનવ મૃત્યુ
ભારે વરસાદ અને પૂરમાં 4 જણાના મોત નિપજ્યાનો હાલ સુધીમાં સરકારે રિપોર્ટ થયો છે. જોકે, પશુ-પક્ષીના મૃત્યુનું પ્રમાણ ઘણું છે. પોલ્ટ્રીફાર્મમાં હયાત 15હજાર મરઘાઓના મોત થયા છે. જેમાં ગણદેવી તાલુકાના ખેરગામ ફાર્મમાં જ 13હજારના મોત થયા છે. આ ઉપરાંત નવસારી તાલુકામાં 65 ઢોર અને ગણદેવી તાલુકામાં 13 ઢોર (ગાય-ભેંસ)ના મૃત્યુ થયાનો સરકારમાં રિપોર્ટ થઇ ગયો છે.

સર્વે બાદ નુકસાની જાણી શકાશે
પુરમાં જિલ્લાભરમાં ખેતીનો પાક મોટા પ્રમાણમાં ધોવાઈ ગયો છે. ઘરો, દુકાનોમાં પાણી જતા ઘરવખરીને નુકસાન થયું છે તો કેટલીક મિલકતો પૂર્ણતઃ અને અનેક અંશતઃ ધરાસાઈ થઈ છે. આ ઉપરાંત સરકારી તંત્રના માર્ગ મકાન, વીજ કંપની વિગેરે વિભાગોને પણ ભારે નુકસાન થયું હતું. જેનો સર્વે ચાલી રહ્યો છે તે પૂર્ણ થયા બાદ જ નુક્સાનીનું પ્રમાણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment