મેઘમહેર યથાવત:રાજકોટમાં ત્રિકોણ બાગ, જિલ્લા પંચાયત ચોક, ઢેબર રોડ પર વરસાદી ઝાપટા પડ્યા - Alviramir

મેઘમહેર યથાવત:રાજકોટમાં ત્રિકોણ બાગ, જિલ્લા પંચાયત ચોક, ઢેબર રોડ પર વરસાદી ઝાપટા પડ્યા

રાજકોટ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો

રાજકોટમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. આજે સવારે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે મનહર પ્લોટ અને યાજ્ઞિક રોડ પર ઝરમર વરસાદ વરસ્યો હતો. જે બાદ સાંજે ત્રિકોણ બાગ, જિલ્લા પંચાયત ચોક, ઢેબર રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં હળવું ઝાપટું પડ્યું હતું. શહેરમાં અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ ઉપરાંત જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ બપોરે વરસાદનું ઝાપટું વરસ્યું હતું.

લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત
હવામાન ખાતાના જણાવ્યાનુસાર. લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું જે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ડિપ્રેશન રવિવારે સાંજે ઓખાના દરિયાકિનારાથી 200 કિલોમીટર દૂર જોવા મળ્યું હતું. આ સિવાય જે મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ દિશા તરફ હતું તે હાલ હવે ઉત્તર તરફ જોવા મળી રહ્યું છે એટલે ઉત્તર ભારત તરફ વરસાદનું હમણાં જોર રહશે.

ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટાં
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ છેલ્લા બે દિવસથી ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટાં પડી રહ્યા છે. સોમવારથી સૌરાષ્ટ્રમાં વરાપ નીકળવાની સંભાવના છે અને આગામી 8થી 10 દિવસ વરસાદના કોઈ એંધાણ નથી. 8 દિવસ બાદ નવી સિસ્ટમ બન્યા બાદ ફરી વરસાદ પડે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment