મેઘરાજાએ બોડેલીને ઘમરોળ્યું:મોડીરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો; એક જ રાતમાં ચાર ઇંચ તથા સંખેડામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો - Alviramir

મેઘરાજાએ બોડેલીને ઘમરોળ્યું:મોડીરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો; એક જ રાતમાં ચાર ઇંચ તથા સંખેડામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

છોટા ઉદેપુરએક કલાક પહેલા

છોટા ઉદેપુર જીલ્લામાં ગત મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો, અને બોડેલીમાં એક જ રાતમાં ચાર ઇંચ કરતાં વધુ જ્યારે સંખેડામાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા બોડેલીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

ગત મોડી રાત્રે લગભગ 10 વાગ્યાના અરસામાં છોટા ઉદેપુર જીલ્લામાં વરસાદે શરૂઆત કરી હતી અને બોડેલીમાં ધમાકેદાર બેટિંગ કરી હતી, અને જોત-જોતામાં બે કલાકમાં જ સવા બે ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં તેમજ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. તો કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ભારે વરસાદને પગલે લોકોમાં ફરીથી ડર જોવા મળ્યો હતો. સંખેડામાં રાત્રી દરમિયાન સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો પરંતુ સવાર પડતા જ વરસાદનું જોર ઘટતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment