મેઘ મહેર:વડોદરામાં 3.5 ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, આજવા ડેમની સપાટી 211.20 ફૂટે પહોંચતા દરવાજા આંશિક ખોલાયા - Alviramir

મેઘ મહેર:વડોદરામાં 3.5 ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, આજવા ડેમની સપાટી 211.20 ફૂટે પહોંચતા દરવાજા આંશિક ખોલાયા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Following 3.5 Inches Of Rain In Vadodara, Low lying Areas Were Inundated, The Gates Of Ajawa Dam Partially Opened As The Level Reached 211.20 Feet.

વડોદરા29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વરસાદને પગલે તરસાલી વિસ્તારમાં પાણી ભરાયા.

  • પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ

વડોદરા શહેરમાં રાત્રી દરમિયાન 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા હતા. વડોદરાના તરસાલી-મકરપુરા રોડ પર આવેલા રિદ્ધિ ફ્લેટ પાસે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ હતી.

પાદરામાં પણ 3.5 ઇંચ વરસાદ
સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે વડોદરા અને વાઘોડિયામાં 3.5-3.5 ઇંચ અને પાદરામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સમયાંતરે વરસી રહેલા વરસાદને પગલે અસહ્ય ઉકળાટ વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે મોડી રાતથી વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ ઉકળાટથી રાહત અનુભવી હતી.

ગાર્ડનમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાયેલા છે.

ગાર્ડનમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાયેલા છે.

ગાર્ડનમાં પાણી ભરાયા
વાઘોડિયા રોડ ખાતે આવેલા વડોદરા મહાનગર પાલિકા સંચાલિત રેવા પાર્ક ગાર્ડનમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાયેલા છે. આ ગાર્ડનમાં કોઈપણ પ્રકારની ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. ગાર્ડનની અંદર પાણીના બહાર નીકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં ગાર્ડનમાં આવતા સિનિયર સિટીઝનો માટે ગાર્ડનમાં ચાલવું તો દૂર અહીં પગ મૂકવો પણ મુશ્કેલ બની ગયો છે.

આજવાની સપાટી વધીને 211.20 ફૂટ થઈ
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 11.75 ફૂટ થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધવાની શક્યતા છે. આજવા જળાશયમાં 15 ઓગસ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવવાની છે. વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલી સૂચના પ્રમાણે આજવાની સપાટી વધીને 211.20 ફૂટ થઈ હતી. જેને પગલે આજવા ડેમના દરવાજા આંશિક રીતે ખોલવામાં આવ્યા છે.

ગાર્ડનમાં કોઈપણ પ્રકારની ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી નથી

ગાર્ડનમાં કોઈપણ પ્રકારની ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી નથી

દેવ ડેમના 4 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં વરસાદને લઈને મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી 87.85 મીટર થી વધીને 87.91 મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં.3,4,5 અને 6ને 0.45 મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાઘોડિયા,ડભોઇ અને વડોદરા ગ્રામ સહિત અસર પામતા તાલુકાઓના તંત્રોને સતર્ક રહીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા, કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.

ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા
વડોદરા શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર માર્ગો ઉપર પણ પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. મોડી રાત્રે ધોધમાર શરૂ થયેલા વરસાદને પગલે ફાયર બ્રિગેડ અને વીજ કંપનીની ટીમો એલર્ટ થઇ ગઇ હતી અને જે વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાની અને વીજળી ગુલ થવાની ફરિયાદો આવતાની સાથે ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી અને કામગીરી ચાલુ કરી દીધી હતી.

વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

કરજણ 43 મિ..મી.
ડભોઇ 35 મિ.મી.
ડેસર 10 મિ.મી.
પાદરા 67 મિ.મી.
વડોદરા 85 મિ.મી.
વાઘોડિયા 91 મિ.મી.
સાવલી 14 મિ.મી.
શિનોર 45 મિ.મી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment