મેહલીયાએ પોરો ખાધો:ગોહિલવાડ પંથકમાં અષાઢી મહેર બાદ આખરે મેઘરાજાનો વિરામ - Alviramir

મેહલીયાએ પોરો ખાધો:ગોહિલવાડ પંથકમાં અષાઢી મહેર બાદ આખરે મેઘરાજાનો વિરામ

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહુવામાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ગયો
  • પ્રથમ તબક્કામાં​​​​​​​ 240 મી.મી. વરસાદ વરસાવતા જિલ્લામાં સરેરાશ વરસાદ 39.08 ટકા થઈ ગયો

આખરે ભાવનગર શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અષાઢમાં સતત મેઘરાજાની મહેર બાદ આજે મેહલીયાએ પોરો ખાધો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ માસમાં ધીમી ધારે સતત વરસાદ વરસતો રહ્યો અને આખરે આજે મહુવામાં 3 મી.મી.ને બાદ કરતા તમામ તાલુકાઓમાં મેઘ વિરામ રહ્યો હતો. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સરેરાશ વરસાદ 240 મી.મી. થયો છે જે સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ના 39.08 ટકા થાય છે.

ભાવનગર જિલ્લામાં આજે એક માત્ર મહુવામાં 3 મી.મી. વરસાદ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. જેથી મહુવામાં આ ચોમાસામાં કુલ વરસાદ 457 મી.મી. થઇ ગયો છે. મહુવામાં વરસાદના પ્રથમ તબક્કામાં જ 18 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. મહુવામાં ચોમાસાનો કુલ વરસાદ 647 મી.મી. છે અને તેની સામે આજ સુધીમાં 457 મી.મી. વરસાદ વરસી જતા સિઝનનો 70.63 ટકા વરસાદ આ પ્રથમ તબક્કામાં જ વરસી ગયો છે.

હવે વરસાદે વિરામ લેતા આ પંથકમાં સૌ કોઇએ રાહતની લાગણી અનુભવી છે. ભાવનગર શહેરમાં પણ આજ સુધીમાં કુલ વરસાદ 319 મી.મી. એટલે કે સિઝનના કુલ વરસાદના 43.17 ટકા વરસાદ વરસી ગયો છે. ઘોઘામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment