મૉન્સૂન ઑડિટ:રાજ્યમાં દાહોદ પછી સૌથી ઓછો 24.43 ટકા વરસાદ મહેસાણામાં...જોકે, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે - Alviramir

મૉન્સૂન ઑડિટ:રાજ્યમાં દાહોદ પછી સૌથી ઓછો 24.43 ટકા વરસાદ મહેસાણામાં…જોકે, છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ આ વર્ષે

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 24.43 Percent Rainfall In Mehsana Is The Lowest Post Dahod In The State…However, This Year Is The Highest In The Last 5 Years.

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં સિઝનનો 30.91% પાંચેય ઝોનમાં સૌથી ઓછો વરસાદ
  • સૌથી ઓછા વરસાદમાં 30.40% સાથે પાટણ રાજ્યમાં 4થા, 33.07% સાથે અરવલ્લી 5મા, 33.43% સાથે બનાસકાંઠા 7મા ક્રમે

ચોમાસાની સિઝન શરૂ થયાના દોઢ મહિનામાં રાજ્યમાં જ્યાં સૌથી ઓછો વરસાદ પડતો તેવા કચ્છ જિલ્લામાં આ વર્ષે અઢળક મેઘવૃષ્ટી થઇ છે. અહીં 101.79 ટકા અત્યાર સુધીમાં વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ કચ્છને અડીને આવેલા ઉત્તર ગુજરાત ઝોનમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 17 જુલાઈની સ્થિતિએ રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દાહોદ પછી ઉત્તર ગુજરાતના મહેસાણામાં પડ્યો છે.

તે પછી ગાંધીનગર, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા આવે છે. જોકે, મન મનાવવાની વાત એ છે કે, છેલ્લા 5 વર્ષમાં 17 જુલાઈની સ્થિતિએ થયેલા વરસાદની સરખામણી આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ઉ.ગુ.માં સિઝનમાં થતા સરેરાશ વરસાદ 720 મીમી સામે અત્યાર સુધીમાં 222 મીમી એટલે કે 30.91% વરસાદ નોંધાયો છે, જે રાજ્યના પાંચેય ઝોનમાં સૌથી ઓછો છે.

ઉત્તર ગુજરાતમાં આ વર્ષે 21 જૂનને બદલે એક સપ્તાહ મોડા શરૂ થયેલા ચોમાસામાં હજુ સુધી ખેડૂતોના હૈયે ટાઢક થાય તેવો મન મૂકીને વરસાદ વરસ્યો નથી. એમાંય સૌથી ઓછો વરસાદ મહેસાણા જિલ્લામાં 24.43% નોંધાયો છે. જિલ્લામાં સતલાસણાને બાદ કરતાં અન્ય 9 તાલુકામાં છુટાંછવાયાં ઝાપટાંને બાદ કરતાં એકધારો વરસાદ પડ્યો નથી. જેની અસર વાવેતર ઉપર પણ થઈ રહી છે. ખેડૂતો રાહ જોઈને વાવણીમાં તો જોતરાઈ રહ્યા છે, પણ હજુ મન માનતું નથી. વાવેતર કરેને ક્યાંક ભારે વરસાદ થાય તો બિયારણ, ખાતર, ખેડ સહિતની મહેનત માથે પડવાની ચિંતા દેખાઇ રહી છે. તો વાતાવરણમાં ઊંચા ભેજને કારણે ઉકળાટ હજુ નહીં ઘટતાં લોકો પણ અકળામણ ધરતી માતાને ટાઢીબોળ કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. રવિવારે 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જોટાણામાં 2 ઇંચ પડ્યો છે.

જોટાણા બે અને સતલાસણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો,મહેસાણામાં ઝાપટું
જિલ્લામાં જોટાણામાં શનિવારે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો અને રાત્રે 8 થી 12માં 4 કલાકમાં 50 મીમી એટલે કે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સતલાસણામાં શનિવારે સાંજે 6 મીમી બાદ રવિવારે 8 મીમી મળી કુલ 14 મીમી વરસાદ થયો હતો. જિલ્લાના 10 તાલુકા પૈકી ઊંઝા અને વિસનગરમાં છેલ્લા 24 કલાક કોરાધાકોર રહ્યા હતા. જ્યારે બહુચરાજીમાં 7, કડીમાં 6, મહેસાણામાં 4, વિજાપુરમાં 3, વડનગર અને ખેરાલુમાં 2-2 મીમી વરસાદ થયો હતો. મહેસાણા શહેરમાં શનિવારે સાંજે હળવા વરસાદ પછી રવિવાર સાંજ સુધી વાતાવરણમાં ઉઘાડ નીકળતાં વરસાદ હાથતાળી આપી ગયો હતો.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ ટોપ-10 જિલ્લામાં ઉ.ગુ.ના 6

1. દાહોદ 21.65%
2. મહેસાણા 24.43%
3. ગાંધીનગર 25.07%
4. પાટણ 30.40%
5. અરવલ્લી 30.07%
6. અમદાવાદ 33.21%
7. બનાસકાંઠા 33.43%
8. બોટાદ 35.30%
9. ખેડા 36.26%
10. સાબરકાંઠા 36.35%

રાજ્યમાં સૌથી વધુ વરસાદ ટોપ-10માં સૌરાષ્ટ્ર-દ.ગુ.ના 4-4
1. કચ્છ 101.79%
2. નર્મદા 94.78%
3. વલસાડ 80.78%
4. પોરબંદર 80.68%
5. નવસારી 78.92%
6. દે. દ્વારકા 78.05%
7. ગીર સોમનાથ77.59%
8. જૂનાગઢ 69.10%
9. ડાંગ 68.17%
10. છોટાઉદેપુર 66.21%

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment