મોંઘવારી ટેક્સ:સરકારે અનાજ-કઠોળ-લોટ પર GST લાગુ કરતાં હાથીખાના બજાર બંધ રહ્યું - Alviramir

મોંઘવારી ટેક્સ:સરકારે અનાજ-કઠોળ-લોટ પર GST લાગુ કરતાં હાથીખાના બજાર બંધ રહ્યું

વડોદરા18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અનાજ-કઠોળ પર 5 થી 12% GSTથી મોંઘવારી વધશે : ગ્રેઇન મર્ચન્ટ એસો.

જીએસટી કાઉન્સિલ દ્વારા ઘઉં, દાળ,ચોખા તેમજ લોટ પર 5 થી 12 ટકા જેટલો જીએસટી લેવાનો નિર્ણય કરવાના વિરોધમાં શનિવારે ધ બરોડા ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશને હાથીખાના માર્કેટ બંધ રાખ્યું હતું. આ પહેલાં અનાજ-કઠોળ કે લોટ પર જીએસટી લાગુ પડતો ન હતો. જોકે હવે જીએસટી લાગુ પડતાં મોંઘવારીમાં 7 થી 10 ટકા વધશે તેવી સંભાવના એસોસિયેશનના પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતું.

નિમેષ મહેતાએ જણાવ્યું કે, દરેક અનાજ-કઠોળ અને લોટ પેકિંગમાં આવે છે. કરિયાણાની દુકાનમાં છુટક અનાજ-કઠોળ વેચાય છે, તે વેપારી હોલસેલર પાસેથી પેકિંગમાં જ લાવતો હોય છે. જેથી કરિયાણાની દુકાનમાં પણ જીએસટી લાગુ કરેલા જ અનાજ-કઠોળનું વેચાણ થશે. શહેરમાં 5 હજારથી વધુ કરિયાણાની દુકાન આવેલી છે. જેથી જે નાના વેપારીઓ છે તેમને પણ હવે જીએસટી નંબર લેવો પડશે. વેપારી હવે જીએસટી સાથે અનાજ-કઠોળ વેચતાં મોંઘવારી વધશે. ગૃહિણીઓને પણ રસોડાનું બજેટ ખોરવાશે.

સરકારના આ નિર્ણય સામે અનાજ બજારના વેપારીઓ દ્વારા આગામી સમયમાં પણ વિરોધ પ્રદર્શન કરી આ નિર્ણય પાછો ખેંચવા રજૂઆત કરવામાં આવશે. કેટલાય પરિવારો આખા વર્ષના ઘઉં, દાળ, તેલ ખરીદતા હોય છે. હવે અનાજ પર જીએસટી લાગુ પડતાં આ પરિવારોના ખિસ્સા પર પણ 7 થી 10 ટકા જેટલો બોજો પડશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment