મોટી દુર્ઘટના ટળી:ઈકબાલગઢ નેશનલ હાઇવે પર બે ટ્રેલર ધડાકાભેર અથડાયા, ચાલકને ક્રેનથી બહાર કઢાયો - Alviramir

મોટી દુર્ઘટના ટળી:ઈકબાલગઢ નેશનલ હાઇવે પર બે ટ્રેલર ધડાકાભેર અથડાયા, ચાલકને ક્રેનથી બહાર કઢાયો

બનાસકાંઠા (પાલનપુર)12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હાઇવે પર ટ્રાફિક જામ થતા પોલીસે એક બાજુનો રસ્તો બંધ કરાયો

પાલનપુરથી આબુરોડ-રાજસ્થાન તરફ જતાં નેશનલ હાઈવે ઉપર બે ટ્રેલરો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાછલા ટ્રેલરનો ડ્રાઇવર ફસાઈ જતા ક્રેનના મારફતે ડ્રાઈવરને ટ્રેલરમાંથી બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યો છે. બે ટ્રેલર વચ્ચે અકસ્માતમાં કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી એક સાઇડનો રોડ બંધ કરી ડાયવર્ઝન આપી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

ચાલકને સારવાર અર્થે ખસેડાયો
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, અકસ્માતોના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, જેમાં પાલનપુરથી રાજસ્થાન આબુરોડ તરફ નેશનલ હાઈવે ઉપર ઈકબાલગઢ નજીક બેઠેલો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછલા ટ્રેલરનો ચાલક બે ટ્રેલરો વચ્ચે ફસાઇ ગયો હતો. બનાવની જાણ એલ એન્ડ ટી વિભાગના કર્મચારી કન્ટ્રોલ ઇન્ચાર્જ યોગેશ મજેઠીયાને થાતા એલ એન્ડ વિભાગની ટીમ અને પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને ફસાયેલા ટ્રેલર ચાલકને નીકળવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ જતા આખરે ટ્રેલર ચાલક ક્રેન મારફતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. બે ટ્રેલરો વચ્ચે અકસ્માતના કારણે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઇ ગયો હતો, પોલીસે એક રૂટ બંધ કરાવી ટ્રાફિક નિયંત્રણ કરી સમગ્ર ઘટનાને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment