મોટી દુર્ઘટના ટળી:સલાયા ખંભાળિયા રોડ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી, સદનસીબે પલ્ટી ખાતા બચી - Alviramir

મોટી દુર્ઘટના ટળી:સલાયા ખંભાળિયા રોડ પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી, સદનસીબે પલ્ટી ખાતા બચી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • On Salaya Khambhalia Road, The Driver Lost Control Of The Steering Wheel And The Bus Went Down The Road, Fortunately The Bus Was Spared From Overturning.

દ્વારકા ખંભાળિયા30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ​​​ગ્રામજનોએ તમામ મુસાફરોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડયા

હાલ ગુજરાતભરની સાથે દ્વારકા જીલ્લામાં પણ ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે. નદી, નાળા, તળાવ, ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે દ્વારકાના સલાયા ખંભાળિયા રોડ ઉપર એસટીની બસ સલાયા જઇ રહી હતી. ત્યાં કુબેર વિસોત્રી પાસે આવેલ ગોળાઈ પર ડ્રાઈવરે બસના સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની નીચે ઉતરી હતી. અને સદનસીબે બસ પલ્ટી ખાતા બચી જતા, અંદર બેઠેલા યાત્રિકોનો બચાવ થયો હતો. સ્કુલનો સમય હોવાથી આં બસમાં વધુ પડતાં વિદ્યાર્થીઓ સવાર હતા, તમામને સલામત રીતે બહાર કઢાવામાં આવ્યા હતા.

​​​ગ્રામજનોએ તમામ મુસાફરોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડયા
આજ ગોલાઇ ઉપર 10 દિવસ પહેલા એક પેટ્રોલનું ટેન્કર પલ્ટી ખાઇ ગયું હતું. આ અકસ્માતનાં પગલે વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ​​​ગ્રામજનોએ તમામ મુસાફરોને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડયા હતા. અને સામાન્ય ઇજાગ્રસ્તોને સારવાર અપાઇ હતી. આ બસમાં વિધાર્થી તથા અન્ય મુસાફરો મળી આશરે 45 જેટલા મુસાફરો હતા જેમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment