યુવાઓને મળી રોજગારી:કપડવંજના સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો, 250 જેટલા યુવક-યુવતીની સ્થળ પર જ પસંદગી - Alviramir

યુવાઓને મળી રોજગારી:કપડવંજના સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો, 250 જેટલા યુવક-યુવતીની સ્થળ પર જ પસંદગી

કપડવંજ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કપડવંજના સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાયો
  • 10થી વધારે કંપનીના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા
  • મેળામાં 300થી પણ વધુ નોકરી વાંચ્છુક યુવક-યુવતીઓએ ભાગ લીધો

હાલના સમયમાં દરેક યુવાઓ માટે રોજગારી કે નોકરી એ સૌથી મોટો પ્રશ્ન છે. એમાંય ટેક્નિકલ કે વ્યવસાયિક અભ્યાસ ક્ષેત્રે તો કોર્ષ પૂર્ણ થતાં જ બેરોજગારીની લાઇન લાગી જાય છે. એવામાં કપડવંજના સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ તથા જિલ્લા રોજગાર કચેરી, મોડાસા દ્વારા સંકલ્પ સ્કૂલ ઓફ નર્સિંગ ઉમિયા કેમ્પસ, ડાભા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10થી વધારે કંપનીના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 300થી પણ વધુ નોકરી વાંચ્છુક યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 250થી પણ વધુ યુવક યુવતીઓની લાયકાત મુજબ સ્થળ પર જ પસંદગી કરવામાં આવતા પસંદગી પામેલ યુવાઓ ખુશખુશાલ થઈ ગયા હતા.

250થી વધુ યુવાઓની સ્થળ પર જ પસંદગી
આ ભરતી મેળામાં સંકલ્પ હોસ્પિટલ, એલ. એન્ડ ટી. કંપની, વેલ્સન ફાર્મા, પીપલ મંત્રા, રોયનેટ શોલ્યુશન, કોસમોસ પાવર લિમિટેડ તેમજ અન્ય જાણીતી કંપનીના નોકરી દાતાઓ ઉપસ્થિત રહી ધોરણ 10 અને 12, ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ. ક્ષેત્રના તમામ ટ્રેડના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તક ઉભી કરવા માટેના પ્રયાસને સાર્થક કર્યો હતો.

10થી વધારે કંપનીના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમાં સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટરશ્રી નયનભાઈ પટેલ, નિમેષ પટેલ, ભાવિનભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર મિતભાઈ પટેલ, જીલ્લા રોજગાર અધિકારી નીરવ સોની,નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ સોનાલીબેન, કાર્યક્રમના કો-ઓર્ડીનેટર સંજય ભાઈ તથા સંકલ્પ ગ્રુપના સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થીઓ, ઉપસ્થિત મહેમાન અને સહુનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment