યુવા કોંગ્રેસ ભાજપ ભણી:ગુજરાત કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના 5000થી વધુ યુવાનો ભાજપમાં જોડાશે, પાર્થ દેસાઈનો આક્ષેપ પક્ષમાં હોદ્દાઓ વેચાઈ છે - Alviramir

યુવા કોંગ્રેસ ભાજપ ભણી:ગુજરાત કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના 5000થી વધુ યુવાનો ભાજપમાં જોડાશે, પાર્થ દેસાઈનો આક્ષેપ પક્ષમાં હોદ્દાઓ વેચાઈ છે

અમદાવાદએક કલાક પહેલાલેખક: આનંદ મોદી

ગુજરાત કોંગ્રેસની સાથે સાથે વિદ્યાર્થી પાંખમાં પણ ભંગાણ થવાની તૈયારીઓ થઈ ચૂકી છે. NSUIના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક થતા જ બળવો થઈ ગયો છે. ત્યાર બાદ કેટલાક હોદ્દેદારોએ NSUIના પ્રદેશ પ્રમુખની શપથ વિધિના દિવસે જ રાજીનામુ આપી દીધું હતું. જોકે આ મામલે 3 નેતાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના 3 નેતાઓના કારણે NSUIનું પૂરું થશે તેવો દાવો કર્યો છે.

NSUIના પ્રમુખ પદે નરેન્દ્ર સોલંકીની નિમણૂંક થતા જ અસંતોષ વકર્યો
હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થઈ તે બાદ કોંગ્રેસમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ એમ 2 જૂથ ચાલી રહ્યા હતા. આ બંને જૂથ યુથ કોંગ્રેસ અને NSUIમાં સક્રિય હતા. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથ મજબૂત થયું હતું. આ તમામ વચ્ચે NSUIના પૂર્વ નેતા પાર્થ દેસાઈ અને તેમની સાથેના 300 જેટલા કાર્યકરોએ એક સાથે NSUIમાંથી રાજીનામા આપ્યા હતા. નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના નરેન્દ્ર સોલંકીની નિમણૂંક કરતા નારાજ પાર્થ દેસાઈએ નરેન્દ્ર સોલંકીની પ્રદેશ પ્રમુખ તરીકેની શપથ વિધિના દિવસે જ રાજીનામું આપી દીધું હતું.

રાજીનામું આપ્યાના 12 દિવસ બાદ મુખ્યમંત્રીને મળ્યા
પાર્થ દેસાઈએ રાજીનામું આપ્યાના 12 દિવસ બાદ પાર્થ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પાર્થ દેસાઈએ આગામી સમયમાં ભાજપમાં જોડાવવા બાંહેધરી આપી હતી. કોંગ્રેસ અને NSUIના 600 હોદેદારો સહિત 5000 લોકોને ભાજપમાં જોડાવવા પાર્થ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે સમય માંગ્યો હતો. આ સમય મળતા જ શક્તિ પ્રદર્શન સાથે તમામ ભાજપનો કેસરિયો ખેસ પહેરી લેશે.

‘NSUI માટે અનેક આંદોલન કર્યા ને કેસ પણ માથે લીધા’
આ અંગે પાર્થ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું 7 વર્ષથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIમાં હતો. કોલેજ પ્રમુખ, શહેર મહામંત્રી, સેનેટ મેમ્બર અને પ્રદેશ મહામંત્રી સુધી મેં ફરજ બજાવી છે. કોંગ્રેસ અને NSUI માટે અનેક આંદોલન કર્યા છે અને કેસ પણ માથે લીધા છે.

પાર્થ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નવા પ્રમુખ તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથના નરેન્દ્ર સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. કોઈ હોદ્દો કે કોઈ કામગીરી કરી ન હોવા છતાં ઇન્દ્રવિજયસિંહ જૂથના હોવાથી અને ભલામણથી સીધા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

‘પક્ષ કાયદાકીય મદદ કરતો નથી, કોર્ટના ધક્કા ખાવા પડે છે’
પાર્થ દેસાઈએ આગળ કહ્યું કે, અમે પક્ષ માટે આંદોલન કર્યા અને 2-3 દિવસ જેલમાં પણ રહ્યા. અમારા પર 15-16 કેસ થયા છે.પક્ષ તરફથી કોઈ વકીલ આપવામાં આવતા નથી. કોર્ટના ધક્કા અમારે ખાવા પડે છે. અમને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ પણ આપવામાં આવતું નથી. કેટલીક ચોક્કસ લોબી પોતાના ફાયદા માટે સંગઠન પર પકડ બનાવે છે. પોતાની પકડ છે તેવું સમજનારા જ સંગઠનને પૂરું કરી નાખશે. પૈસા ખર્ચે તેને હોદ્દા આપવામાં આવે છે. અત્યારે કોંગ્રેસ ઈચ્છે તો પણ 500 કાર્યકર ભેગા કરીને કાર્યક્રમ ના કરી શકે. આખરે કંટાળીને મેં રાજીનામુ આપ્યું છે અને હવે આગામી દિવસમાં ભાજપમાં જોડાઈશું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment