રજુઆત:પાલિકાની બાંધકામ મંજૂરીની અરજી ચેરમેનને ધ્યાને મૂકવાના ઠરાવને કમિશનરે મોકૂફ કરી રિવ્યૂમાં લીધો - Alviramir

રજુઆત:પાલિકાની બાંધકામ મંજૂરીની અરજી ચેરમેનને ધ્યાને મૂકવાના ઠરાવને કમિશનરે મોકૂફ કરી રિવ્યૂમાં લીધો

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Commissioner Postponed The Resolution To Take The Municipality’s Application For Construction Approval To The Chairman’s Attention And Took It Under Review.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાટણ ચીફ ઓફિસરને જવાબ રજૂ કરવા 4 ઓગસ્ટે ગાંધીનગર બોલાવ્યા
  • સરકારે બાંધકામ મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન કરાયેલી હોય નગરપાલિકાનો ઠરાવ સરકારના પરિપત્રના વિરોધમાં હોવાની ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કમિશ્નરને રજુઆત કરાઈ હતી

પાટણ પાલિકા દ્વારા બાંધકામ મંજૂરી માટે ઓનલાઇન પ્રક્રિયા હોવા છતાં પરવાનગીની આવતી અરજીઓ ટાઉન પ્લાનિંગ ચેરમેનના ધ્યાને મૂકવાનો સભામાં ઠરાવ કરેેલ હોય પાટણ ધારાસભ્ય દ્વારા ભષ્ટ્રાચાર આચરવા સરકારના પરિપત્રના વિરોધમાં ઠરાવ કર્યાની રજૂઆત આધારે પ્રાદેશિક કમિશ્નરે ઠરાવ હાલમાં મોકૂફ કરી રિવ્યૂમાં લઈ જવાબ રજૂ કરવા 4 ઓગસ્ટે ચીફ ઓફિસરને ગાંધીનગર બોલાવ્યા છે.

પાટણ નગરપાલિકા દ્વારા 31 જાન્યુઆરીના રોજ સામાન્ય સભામાં ટાઉન પ્લાનિંગની શાખા દ્વારા સરકારના નિયમ મુજબ આપાતી ઓનલાઈન બાંધકામ પરવાનગી ટાઉન પ્લાનિંગ ચેરમેનના ધ્યાને મૂકવાનો સર્વેનું મતે મંજૂર કરી ઠરાવ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અધિનિયમ જોગવાઈઓ થતા સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના પરિપત્ર મુજબ બાંધકામની મંજૂરીની પ્રક્રિયા ઓનલાઈન કરવાનો 18/06/2022 સાથે સુસંગત ના જણાતા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા રીવ્યુમાં લેવામાં આવેલ છે જે અન્વયે આ કેસ મામલે રૂબરૂ 4 ઓગસ્ટના રોજ બપોરે 12:30 કલાકે સુનાવણીમાં હાજર રહી લેખિત કે મૌખિક રજૂઆત કરવાની રહેશે.

જો તેમ કરવામાં ચૂક થશે તો આ બાબતે અંગે કંઈ કહેવા માગતા નથી તેમ માની આગળની એક તરફી કાર્યવાહી હાથ ધરાશે. તેમજ પ્રાદેશિક કચેરી દ્વારા અન્ય કોઈ હુકમ ના કરવામાં આવે ત્યાં સુધી 31 જાન્યુઆરીના રોજ સામાન્ય સભામાં કરેલ ઠરાવ નંબર 378ની અમલવારી હાલ પૂરતી મોકૂફ કરવા આદેશ કર્યો છે.

ભ્રષ્ટાચાર આચરવા સત્તાધીશોએ ખોટો ઠરાવ કર્યો
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં 15 મીટર ઊંચાઇ સુધીના બાંધકામ કરનારને ઓનલાઈન અરજી કર્યા બાદ L1, L2, L3 અધિકારી કક્ષાએ પ્રક્રિયા પૂર્ણ કરી ઓનલાઈન જ મંજૂરી આપવાની જોગવાઈ કરાઈ છે. છતાં પાટણ પાલિકામાં અધિકારી કક્ષાએ નિર્ણય કરવાના બદલે ઠરાવ કરી ટીપીના ચેરમેનની મંજૂરી લેવાની બિનજરૂરી પ્રથા ઊભી કરી છે.જેનાથી ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ વધી જાય છે. ઠરાવ રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવતા કમિશ્નરે રિવ્યૂમાં લીધો છે.

માત્ર જાણકારી માટે જ મુદ્દો લેવાયો છે, બધીજ પ્રક્રિયા ઓનલાઈન જ થાય છે: પાલિકા પ્રમુખ
નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને ટાઉન પ્લાનિંગ ચેરમેન શૈલેષ પટેલે ધારાસભ્યના આક્ષેપને વાહીયાત ગણાવી જણાવ્યું હતું કે અરજીઓ ઓનલાઈન જ થાય છે. વડી કચેરી અને પાલિકા વચ્ચે કો.ઓર્ડિનેશન હોય છે. ચિફ ઓફિસર ની સહી થયા પછી જ અરજી મંજૂર થાય છે. સામાન્યસભાની જાણ માટે જ મુદ્દો લેવામાં આવ્યો છે જે અંગે વડી કચેરીમાં ચર્ચા કરાશે તેમ ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment