રજૂઆત:પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ટેક્સ. પેકેજિંગ મટીરીયલ્સ ન હોવા અંગેની રજૂઆત - Alviramir

રજૂઆત:પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ટેક્સ. પેકેજિંગ મટીરીયલ્સ ન હોવા અંગેની રજૂઆત

સુરત12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ટેક્સટાઈલ પેકેજિંગ એસો. એ પાલિકાને પત્ર લખીને જાણ કરી

પ્રતિબંધિત પ્લાસ્ટિકના નિયમ પ્રમાણે ટેક્સટાઈલ પેકેજિંંગ મટીરીયલ્સ પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ન આવતું હોવાની રજૂઆત સાથે ટેક્સટાઇલ પેકેજિંગ મટીરીયલ્સ એસોસીએશને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી સપષ્ટતા કરવા અંગેની માંગ કરી છે.

સુરત મ્યુનિસીપલ દ્વારા હાલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના નિયમનું પાલન કરાવી રહી છે. હાલમાં તો પાલિકા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને દંડ વસૂલી રહી છે. આગામી દિવસોમાં આ નિયમોનું પાલન કરાવવા માટે પાલિકા તંત્ર સુરત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જાય તેવી શક્યતાને પગલે સુરત ટેક્સટાઈલ પેકેજિંગ એસોસિએસન દ્વારા પાલિકા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેઓએ સપષ્ટતા કરવા અંગેની માંગ કરી છે.

એસોસિએશને રજૂઆત કરતા જણાવ્યું છે કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ ઔદ્યોગિક/ પ્રાથમિક પેકિંગ પર લાગુ પડતું નથી. તેમ છતાં પાલિકા તંત્ર અમારા વિવિધ ટેક્સટાઈલ પેકિંગ વેપારીઓ અને ઉત્પાદકોની મુલાકાત લઈ રહી છે અને આ ઔદ્યોગિક પેકિંગ આઈટમ્સનું વેચાણ ન કરવા માટે કહી રહી છે, કારણ કે તે પ્લાસ્ટિક પ્રતિબંધ હેઠળ આવરી લેવામાં આવી છે. અમારા તમામ કાપડના વેપારી અને ઉત્પાદકોમાં ડર છે અને SMC અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય સ્પષ્ટતા ન હોવાને કારણે તેમને તેમની દુકાન અને એકમો બંધ કરવાની ફરજ પડી છેપ્રતિબંધ પ્લાસ્ટિકમાં જે વસ્તુ જાહેર કરવામાં આવી છે તેમાં પેકેજિંંગ મટીરીયલ્સ નો કોઈ ઉલ્લેખ નથી.

વિનંતી કરીએ છીએ કે કાપડની જરૂરિયાતો માટે પ્રાથમિક પેકેજિંગ સપ્લાય કરતા અમારા કાપડના વેપારીને હેરાન કરતા પહેલા વધુ સૂચના અને પ્રતિબંધ અને બિન પ્રતિબંધ વસ્તુઓની વિગતવાર વિભાજન અને સૂચિ એક વાર આપવામાં આવે તે જરૂરી છે. આથી ટેક્સટાઈલ પેકેજિંંગ મટીરીયલ્સ પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ન આવતું હોવાની રજૂઆત સાથે ટેક્સટાઇલ પેકેજિંગ મટીરીયલ્સ એસોસીએશને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી સપષ્ટતા કરવા અંગેની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment