રજૂઆત:ભાવનગરથી અમદાવાદ વચ્ચે ડેઈલી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરો - Alviramir

રજૂઆત:ભાવનગરથી અમદાવાદ વચ્ચે ડેઈલી ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરો

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ડીઆરએમને ચેમ્બર દ્વારા પત્ર લખાયો
  • અમદાવાદમાં બે-ત્રણ દિવસ પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવી જોઈએ

બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને બોટાદ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ શરૂ થઇ ગયેલ અને ગેજ કન્વર્ઝનની કામગીરીને કારણે બંધ કરવામાં આવેલ ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી સહિતની અન્ય લોકલ ટ્રેન પણ સત્વરે પુનઃ શરૂ કરવી જોઈ તેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે ભાવનગર-બંદ્રા ટ્રેનમાં ખુબ જ ટ્રાફિક રહે છે તેથી ભાવનગર-બાંદ્રા વચ્ચે સવારનાં સમયમાં બીજી એક ટ્રેન શરૂ કરવી જોઈએ. ભાવનગર-સુરત વચ્ચે પણ નિયમિત ટ્રેનની તાતી જરૂરીયાત છે.

હવે જ્યારે બોટાદ-ગાંધીગ્રામ ગેજ કન્વર્ઝનની કામગીરી પૂર્ણ થયેલ છે ત્યારે અમદાવાદ ખાતે બે-ત્રણ દિવસ માટે પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવી જોઈએ. આમ ચેમ્બર દ્વારા સૂચવવામાં આવેલ ઉપરોક્ત સૂચનો સ્વીકારવામાં આવે તો રેલ્વેની આવકમાં વધારો થશે, મુસાફર જનતાને ખુબ જ લાભ મળશે અને સાથે સાથે ભાવનગરની રેલ કનેક્ટીવીટીમાં પણ વધારો થશે તેમ પત્રમાં જણાવાયું છે. સદર પત્રની નકલ જાણ તથા યોગ્ય કાર્યવાહી અર્થે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાને અને ભાવનગર-બોટાદનાં સાંસદ ડૉ. ભારતીબેન શિયાળને પણ મોકલવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment