રજૂઆત:વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધીમાં પડેલા ખાડાઓ જીવલેણ બન્યા, 4 લોકોના જીવ જતા રસ્તાની મરામત કરવા માગ - Alviramir

રજૂઆત:વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધીમાં પડેલા ખાડાઓ જીવલેણ બન્યા, 4 લોકોના જીવ જતા રસ્તાની મરામત કરવા માગ

વલસાડ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હાઇવે ઉપર આવતા ગામોના સરપંચોએ જિલ્લા કલેક્ટર અને હાઇવે ઓથોરિટીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી
  • એજન્સીને બ્લેકલીસ્ટ કરવા માંગ કરી, નહીંતર આંદોલનની ચીમકી આપી
  • રોડ ટેક્સ ભરવા અને ટોલ ભરવા છત્તા પહેલા ચોમાસામાં વરસાદ ધોવાઈ ગયો

વલસાડ જિલ્લાના વાઘલધરાથી ભિલાડ સુધીનો હાઇવે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખરાબ થઈ ગયો હતો. જેને લઈને કેટલાક લોકોના મૃત્યુ થયા છે. જેને લઈને આજરોજ વલસાડ તાલુકાના હાઇવે ઉપર આવેલ ગામોના સરપંચો દ્વારા જિલ્લા કલેકટર અને નેશનલ હાઇવે ઓથોરિટીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. હાઇવે ઉપર ખાડાઓ દૂર કારવામાં નહીં આવે આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. કોન્ટ્રાક્ટરને બેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે.

વલસાડ તાલુકાના સરપંચ દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાની હદ વાઘલધરા ભીલાડ સુધી છે. નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ જ હલકી કક્ષાનો રસ્તો બનેલ છે એવું પણ જાણવા મળ્યું કે રૂટ કે બ્રિજને બન્યા પછી મેં તેને જવાબદારી કે નિભાવવાની જોગવાઈ ફક્ત પેપર જ પર જ હોય છે. જેના પરિણામે આવું બને છે. વલસાડ તાલુકાના હાલ જ બનેલ બ્રિજ ઉપર જે દુર્ઘટના સોસાયટીમાં 14 વર્ષના છોકરો નિરાધાર જિંદગીભર બની ગયો છે તેમને માતા-પિતા બહેનને છત્રછાયા ગુમાવી છે જેને સહાયની અપેક્ષા હોય શકે છે. સ્વાભાવિક છે કે આમાં કામકાજના કોન્ટ્રાક્ટ એન્જિનિયર આટિટેક તથા સરકારી અધિકારીઓ જવાબદારી નક્કી થવી જોઈએ.

જિલ્લામાં વર્ષો વર્ષ આ પરિસ્થિતી જેને મુખ્ય કારણ હલકી કક્ષાનું મટીરીયલ અને કામગીરી હોય છે જેના કારણે મોટા મોટા ખાડાઓ પડે છે આ માટે નેશનલ હાઇવે ના અધિકારીઓના યોગ્ય નિવેદન લેવા તથા પરિસ્થિતિમાં નિવારણ માટે મિટિંગનું આયોજન કરવામાં સાથેની અમારી માંગણી છે આવનારા દિવસોમાં અધિકારીઓ વાઘલધરાથી ભિલાડ સુધીના હાઇવે ઉપર ખાડા પૂરવામાં ન આવે તો વલસાડ તાલુકાના સરપંચો હાઈવે ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે એવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment