રજૂઆત:વિરસદ દૂધ મંડળીમાં ગેરરીતિઓના આક્ષેપ સાથે સભાસદો દ્વારા ઉપવાસ - Alviramir

રજૂઆત:વિરસદ દૂધ મંડળીમાં ગેરરીતિઓના આક્ષેપ સાથે સભાસદો દ્વારા ઉપવાસ

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સભાસદોએ જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરી

બોરસદ તાલુકાના વિરસદ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ગેરરીતિઓ તેમજ સાધારણ સભામાં કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના જ નિયમ વિરુદ્ધ કરેલ હોવાના કારણે આજે સભાસદો દ્વારા બીજા દિવસે ઉપવાસ આંદોલન ચાલુ રખાયું છે તેમજ સભાસદોએ જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજૂઆત કરી હતી.

વિરસદ દૂધ મંડળીની તાજેતરમાં યોજાયેલ સાધારણ સભામાં સભાસદ ના હોય તેમજ હાજર ના હોય તેવા લોકોની સહીઓ કરાવી ખોટી રીતે પ્રિસાઇડીંગ રજૂ કરી સભાને આટોપી લેવામાં આવી હતી. જેને લઇ ભારે હોબાળો પણ મચી જવા પામ્યો હતો. પરંતુ નવા ચૂંટાયેલા ચેરમેન અને સેક્રેટરીએ સભાસદોના વિરોધને ગણકાર્યા વિના જ સભા પૂરી કરી લીધી હતી. જે અંગે સભાસદો દ્વારા ડીસ્ટ્રીક્ટ રજીસ્ટાર અમુલને લેખિતમાં જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તેમજ આ બાબતે જિલ્લા કલેક્ટર અને મામલતદારને પણ લેખિત રજૂઆત કરવામાં આવી ન હતી જેને લઇ આજે સભાસદોએ ન્યાય મેળવવા માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. શરૂઆતથી જ નિયમો વિરુદ્ધની કાર્યાવાહી કરવામાં આવી છે જેમાં 13મી તારીખના રોજ એજન્ડા કાઢવામાં આવ્યો હતો અને 18મીએ સાધારણ સભા રાખવામાં આવી હતી .

જેમાં પ્રમુખની વરણી પણ નિયમો વિરુદ્ધ કરવામાં આવી હતી સાધારણ સભામાં કોઈ હિસાબોનું વાંચન કરવામાં આવ્યું નથી તેમજ સભાસદો દ્વારા કરવામાં આવેલ અરજીઓના જવાબો પણ આપવામાં આવ્યા ન હતા. આ સભામાં બહુમતી સભ્યોએ વિરોધ નોંધાવ્યો હોવા છતાં સભાની કામગીરી પૂરી કરી દેવામાં આવી હતી .જેને લઇ આ સાધારણ સભા ગેરકાયદેસર હોઈ નવી સાધારણ સભા મંડળીના ચોગાનમાં રાખવામાં આવે તેવી માંગ કરી હતી.

વિદેશમાં રહેતા લોકોના નામે ખોટા મતો ઉભા કરાયા
આ અંગે પૂર્વ સરપંચ અશ્વિનભાઈ.કા પટેલએ જણાવ્યું હતું વિરસદ દૂધ મંડળીની 03/07/2022ના રોજ ચૂંટણી યોજાઈ હતી જેની પહેલા જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી તે યાદીમાં 102ને ખોટા મતદારો કે જેઓની પાસે ક્યારેય કોઈ ભેંસ કે ગાય કે પશુ રાખેલ નથી તેમાં પણ કેટલાક એવા લોકો છે કે જે અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા છે તેવા લોકોના પણ ખોટા નામો ઉભા કરી 4 થી 20 દિવસમાં 102 જેટલા સભાસદોના ખોટા દૂધ ભરાવીને મત ઉભા કરેલ જે યાદી બહાર પાડવામાં આવી ત્યારે અમે ડીસ્ટ્રીકટ રજિસ્ટ્રારને ખોટા મતદારો અંગે રજુઆત કરી હતી

જેને લઇ ડીસ્ટ્રીકટ રજિસ્ટ્રારએ જિલ્લામાંથી સુપરવાઇઝર મોકલી તપાસ કરાવી હતી અને તેનો અહેવાલ ડીસ્ટ્રીકટ રજિસ્ટ્રારને આપ્યા બાદ ડી આરએ સ્પષ્ટ લેખિત દૂધ મંડળીને મોકલવામાં આવ્યો હતો કે ત્યારબાદ ચૂંટણી અધિકારીને આ બાબતે વાંધા અરજી પણ કરવામાં આવી હતી છતાં ચૂંટણી અધિકારી દ્વારા પણ વાંધો માન્ય રાખવામાં આવ્યો ન હતો તેમ છતાં કોઇ કાર્યવાહી ન થતાં અમે શુક્રવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાઇ છે, આક્ષેપ ખોટા
આ અંગે દૂધ મંડળીના ચેરમેન દત્તેશ અમીને જણાવ્યું હતું કે કોર્ટમાં તેઓ ગયા હતા પરંતુ કોર્ટે તેઓની અરજી નકારી કાઢી હતી.અમે કાયદેસર રીતે સાધારણ સભા ભરી હતી જેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે તેમજ સાધારણ સભામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જે આક્ષેપ તેઓ કરી રહ્યા છે કે અમેરિકા કેનેડા અને બહાર રહેતા લોકોના મતો નાખવામાં આવ્યા છે તે તદ્દન ખોટી વાત છે તેઓના તમામ આક્ષેપ ખોટા છે.સભાસદો જે બહાર વિદેશમાં છે તેમના મતો નાખવામાં આવ્યા નથી. બોર્ડ ઓફ નોમીનેજમાં દાવો પેન્ડિગ છે જે નિર્ણય આવશે તે શિરોમાન્ય છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment