રસીકરણ:શનિવારે ધ્રાંગધ્રા ગ્રામ્યમાં 1 કેસ: 5083એ બુસ્ટર ડોઝ લીધો - Alviramir

રસીકરણ:શનિવારે ધ્રાંગધ્રા ગ્રામ્યમાં 1 કેસ: 5083એ બુસ્ટર ડોઝ લીધો

સુરેન્દ્રનગર38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 5875એ રસી લીધી: 6 લોકો સાજા થયા, 18 એક્ટિવ કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવારે એક દિવસમાં 86.50 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. આ દિવસે કુલ 5875 લોકોએ રસી લીધી હતી. ધ્રાંગધ્રા ગ્રામ્યમાં 1 કોરોના પોઝિટીવ આવતા હાલ જિલ્લામાં 18 એક્ટિવ કેસ રહ્યા હતા. જ્યારે થાનમાં પ્રિકોશન ડોઝ માટે આગામી 12 દિવસ માટે વેઇટિંગ છે.

જિલ્લામાં 15 જુલાઈથી જિલ્લાના તમામ શહેરી તેમજ તાલુકા મથકો પર 18 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને વિના મૂલ્યે ડોઝ આપવાનો પ્રારંભ કરાયો હતો. 16 જુલાઈએ 55 સરકારી કેન્દ્ર પર કુલ 5875 લોકોએ રસીનો લાભ લીધો હતો. જેમાં 85.50 ટકા એટલે કે 5083 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. જેના કારણે રસીકરણનો કુલ આંક 31,15,039 પર પહોંચી ગયો હતો.

અત્યાર સુધીમાં 14,77,231, લોકોએ પ્રથમ તેમજ 15,76,463 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 61,345 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. જિલ્લામાં 12થી 14 વર્ષના લોકોએ 78,139 કોબર વેક્સનની ડોઝ લીધો હતો. આ ઉપરાંત 15થી 17 વર્ષની ઉંમરના 2,35,459 અને 18થી 44ની વયના 17,78,414 અને 45થી 60ની ઉંમરના 6,23,195 તેમજ 60થી ઉપરની વયના 3,91,357 લોકોએ રસી મૂકાવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં ધ્રાંગધ્રા-35, વઢવાણ-26, લીંબડી-4, થાન-4 તેમજ પાટડીમાં 4 સહિત કુલ 71 કેસો નોંધાયા હતા. જેની સામે 53 લોકો સાજા થતા હાલ 18 એક્ટિવ કેસો રહ્યા હતા. જ્યારે ચોટીલા, ચુડા, લખતર, મૂળી, સાયલામાં એકપણ કેસ ધ્યાને આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment