રસ્તા પર મસ મોટાં ખાડા:નેશનલ હાઇવે નં-56 બિસ્માર હાલત થતા વાહન ચાલકોમાં મૂશ્કેલી, તંત્રની ઉંઘ ક્યારે ઉડે તે જોવાનું રહ્યું! - Alviramir

રસ્તા પર મસ મોટાં ખાડા:નેશનલ હાઇવે નં-56 બિસ્માર હાલત થતા વાહન ચાલકોમાં મૂશ્કેલી, તંત્રની ઉંઘ ક્યારે ઉડે તે જોવાનું રહ્યું!

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • National Highway No. 56 Is In A State Of Disrepair, Causing Trouble To The Drivers, It Remains To Be Seen When The Sleep Of The System Will Fly!

તાપી (વ્યારા)એક કલાક પહેલા

વ્યારા- ઉનાઈને જોડતો નેશનલ હાઈવે પ્રથમ વરસાદમાં જ હાઈવે ધોવાઈ ગયો છે અને વ્યારામાં પ્રવેશતા મસ મોટા ખાડા હાઇવે પર પડી જતા વાહન ચાલોકમાં અકસ્માતની દહેશત સેવાઇ રહી છે. આમ થોડાક જ વરસાદમાં જ જિલ્લાનો રસ્તો તૂટતા હાઈવે ઓર્થોરિટીની નબળી કામગીરી સામે સવાલો ઉભા થયા છે. નેશનલ હાઈવે નં 56 આવેલો છે. આ હાઈવે ઉપર પાનવાડી ગામમાં પ્રવેશતા જ મસમોટા ખાડા પડ્યા છે. ખાડા પડતા આવતા-જતા નાના-મોટા વાહન ચાલકોને મોટી દુર્ઘટનાનો ભય રહે છે. હાઈવે રોડ ઉપર ખાડાને લઈને નાના વાહન ચાલકો ખાડામાં ખાબકે છે. આમ પ્રથમ વરસાદમાં હાઈવે ઉપર ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની ભોગવવી પડે છે. આમ હાઈવે ઓર્થોરિટી ની નબળી કામગીરી સામે આવી હતી.

સત્વરે વ્યારાના પાનવાડી વિસ્તારમાં પ્રવેશતા જ રસ્તા ઉપર પડેલા ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી હતી. વરસાદની સીઝન શરૂ થતાં જ વ્યારા – ઉનાઈ નેશનલ હાઈવે પર ખાડા પડી ગયા છે. પ્રથમ વરસાદમાં જ હાઈવે રોડ ઉપર ખાડા પડતા વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment