રસ્તા બિસ્માર:કેવડિયામાં રોજના 50 હજાર લોકોની અવરજવર પણ રસ્તા બિસ્માર હાલતમાં - Alviramir

રસ્તા બિસ્માર:કેવડિયામાં રોજના 50 હજાર લોકોની અવરજવર પણ રસ્તા બિસ્માર હાલતમાં

કેવડિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નગરના મુખ્ય રસ્તાઓ ઉપર જ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે

દેશ તથા વિદેશમાંથી પ્રવાસીઓ જેની મુલાકાતે આવે છે તેવા કેવડીયામાં જ રસ્તાઓના ખસ્તા હાલ જોવા મળી રહયાં છે. મોટાભાગના માર્ગો પર ઠેર ઠેર ખાડા પડી ગયાં છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પાડવાના કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે ત્યારે કેવડિયા કોલોનીમાં પણ માર્ગો ઉપર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે.

જ્યાં હજારો પ્રવાસીઓ રોજના બજારમાં ખરીદી કરવા માટે આવે છે તેવા સ્થળે જ રોડ પર ખાડાઓ જોવા મળી રહયાં છે. નર્મદા નિગમ, સત્તા મંડળ, વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ આ જ માર્ગો પરથી પસાર થાય છે પણ રીપેરીંગ કરાવવાની તસદી લેવામાં આવતી નથી.

મુખ્ય બજાર આંબેડકર ચોક ખાતે તથા ફુવારા સર્કલ પાસે પણ મોટા ખાડા પડી ગયા અને પોલીસ સ્ટેશન પાસે પણ ખાડા જોવા મળી રહયાં છે. કેવડીયાના જયોતિ પટેલે જણાવ્યું હતું કે, કેવડિયા કોલોનીનો રસ્તો સાવ ધોવાઈ ગયો છે. મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને અંદર પાણી ભરેલું હોય એટલે અજાણ્યા વાહન ચાલકો ખાડામાં પડે છે અને અકસ્માત સર્જાય છે.

કેવડિયામાં PM થી માંડી અનેક VVIP આવે છે
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ અનેક વીવીઆઇપી અહીં આવતાં હોય છે. રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ અને બેઠકોના આયોજન કરવામાં આવતાં હોય છે. કેવડીયા વિશ્વ ફલક ઉપર નામના મેળવી ચુકયું છે ત્યારે અહીં જ રસ્તાઓ સલામત રહયાં નથી અને ભારે વરસાદમાં ધોવાય ગયાં છે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment