રાજકીય ગરમાવો:રાજકોટમાં કોળી સમાજના બે અલગ અલગ સંમેલન, કોળી આગેવાન દેવજી ફતેપરા અને ધર્મેશ જીંજુવાડિયાએ શક્તિ પ્રદર્શન કર્યું - Alviramir

રાજકીય ગરમાવો:રાજકોટમાં કોળી સમાજના બે અલગ અલગ સંમેલન, કોળી આગેવાન દેવજી ફતેપરા અને ધર્મેશ જીંજુવાડિયાએ શક્તિ પ્રદર્શન કર્યું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Two Separate Conventions Of The Koli Community, Koli Leaders Devji Fatepara And Dharmesh Jinjuwadia Staged A Show Of Strength.

રાજકોટ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોળી સમાજના આગેવાન ધર્મેશ જીંજુવાડિયા

વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે ત્યારે દરેક સમાજ અલગ અલગ મુદ્દાઓને લઇને સંમેલનો, બેઠકો, શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. પાટીદાર સમાજની જેમ કોળી સમાજ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ પોતાની માગો ઉઠાવી રહ્યો છે. પરંતુ રાજકોટમાં આજે કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેમ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ન્યારી ડેમ પાસે આવેલા ફાર્મ હાઉસમાં મહાસંમેલન યોજ્યું હતું, જ્યારે કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલ ખાતે ચુવાળીયા કોળી સમાજનું સંમેલન મળ્યું હતું.

સાચું કારણ તો દેવજીભાઈ જ જણાવી શકશે
આ અંગે કોળી સમાજના આગેવાન ધર્મેશ જીંજુવાડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે,હેમુ ગઢવી હોલ ખાતે ચુવાળીયા કોળી સમાજનું જે સંમેલન મળ્યું છે.. તેમાં રાજકારણની કોઈ જ વાત નથી. અહીં અમારા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અને આજે દરેકનું સન્માન થાવનું છે. વાત રહી દેવજીભાઈના સંમેલનની.. તો મને ખબર નથી તેમણે કેમ આજે સંમેલન રાખ્યું તે અંગેની માહિતી મારી પાસે નથી. તેનું સાચું કારણ તો દેવજીભાઈ જ જણાવી શકશે.

એક સમયે બે અલગ અલગ સંમેલન
રાજકોટમાં એક સાથે બે સંમેલન યોજાતા હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે કોળી સમાજમાં રાજકીય, સામાજિક સંગઠનોને રાજકીય આગેવાનોની મદદથી સક્રિય રીતે ભાગલા પડ્યા હોય તેમ એક સમયે બે અલગ અલગ સંમેલન કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment