રાજકીય શક્તિ પ્રદર્શન:વિધાનસભાની ચૂંટણી પહેલા દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં રાજકોટમાં કાલે કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે - Alviramir

રાજકીય શક્તિ પ્રદર્શન:વિધાનસભાની ચૂંટણી પહેલા દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં રાજકોટમાં કાલે કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની આગેવાનીમાં મહાસંમેલન યોજાશે.

વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તો તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે વિવિધ સમાજ પણ પોતાના પ્રશ્નો અને બેઠકને લઇને શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટમાં કાલે દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં કોળી-ઠાકોર સમાજનું રાજકીય શક્તિ પ્રદર્શન જોવા મળશે. આથી સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

સમાજના ભાજપના અગ્રણીઓ હાજર રહેશે
દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં કાલે સોમવારે ન્યારી ડેમ પાસે આવેલા દુલ્હન પાર્ટી પ્લોટ ખાતે સાંજે 4 વાગ્યે મહાસંમેલન યોજાશે. શ્રી વેલનાથ ગ્રુપના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહેશે. સૌરાષ્ટ્રભરના ચુંવાળીયા કોળી-ઠાકોર સમાજના સંગઠન માટે આ સંમેલન યોજાશે. વિધાનસભાની ચૂંટણી પહેલા શ્રી વેલનાથ ગ્રુપના નેતૃત્વમાં રાજકોટ પછી જિલ્લા મથકોએ સંમેલન બોલાવાશે. રાજકોટમાં યોજાનાર કાલના સંમેલનમાં સમાજના ભાજપના અગ્રણીઓ હાજર રહેશે.

અષાઢી બીજના રોજ વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાઇ હતી
રાજકોટમાં અષાઢી બીજે કોળી સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળી હતી. જેમાં કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા ખુલ્લી જીપમાં એકસાથે જોવા મળ્યા હતા. જે-તે સમયે બાવળિયા અને ફતેપરા વચ્ચે સી.આર. પાટીલ સાથેની મુલાકાતને લઈને આંતરિક ખટરાગ ચરમસીમા પર પહોંચ્યો હતો અને બન્નેએ એકબીજા વિરૂદ્ધ નિવેદનો આપ્યા હતા. પરંતુ શોભાયાત્રામાં બન્ને સાથે જોવા મળ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment