રાજકોટમાં ફિલ્મી ઢબે લૂંટ:ઘરેણા જોવા પિતા-પુત્રીએ TBZના શો રૂમના કર્મચારીને ઘરે બોલાવ્યો, 1.48 કરોડના દાગીનાનું બોક્સ ઝુંટવી પુત્રી કાર સાથે ભાગી - Alviramir

રાજકોટમાં ફિલ્મી ઢબે લૂંટ:ઘરેણા જોવા પિતા-પુત્રીએ TBZના શો રૂમના કર્મચારીને ઘરે બોલાવ્યો, 1.48 કરોડના દાગીનાનું બોક્સ ઝુંટવી પુત્રી કાર સાથે ભાગી

રાજકોટએક કલાક પહેલા

યાજ્ઞીક રોડ પર આવેલો છે TBZનો શોરૂમ.

રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલા TBZના શોરૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. શનિવારે સાંજે બજરંગવાડી વિસ્તારમાંથી પિતા-પુત્રીએ દાગીના ઘરે જોવા મગાવ્યા હતા. આથી કર્મચારી 1.48 કરોડના દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો ત્યારે એક પુત્રીએ તેમના હાથમાંથી બોક્સ ઝુંટવી લીધી હતી અને કારમાં ભાગી ગયા હતા. જોકે પોલીસને જાણ થતા જ ગણતરીની કલાકોમાં જ પુત્રીને ઝડપી લીધી હતી.

ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકમાં ભેદ ઉકેલ્યો
પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞીક રોડ પર TBZના શોરૂમમાંથી 1.48 કરોડના સોનાના દાગીન જોવાના બહાને બજરંગનગરવાડીમાં ઘરે મગાવી પિતા-પુત્રીએ લૂંટ ચલાવી હતી. ત્યારે પુત્રીએ સોનાના દાગીના ભરેલું બોક્સ શોરૂમના કર્મચારીના હાથમાંથી ઝુંટવી કારમાં ભાગી ગઈ હતી. જોકે દાગીના સાથે ગાંધીગ્રામ પોલીસે પુત્રીને ઝડપી લીધી હતી અને તેના પિતાની શોધખોળ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસના PI જી.એમ. હડિયા, PSI જનકસિંહ જે. રાણા અને તેની ટીમે ગુનો ઉકેલતા શોરૂમના સંચાલકે રહત અનુભવી હતી.

પૂર્વ આયોજીત કાવતરૂ રચી લૂંટ ચલાવી
TBZ શોરૂમમાં કર્મચારી વિશાલ લલિતભાઈ શુક્લે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આરોપી તરીકે બીલ્કીસબેન, તેના પિતા અને કેનોનનું નામ આપ્યું છે. આથી પોલીસે આ ત્રણેય વિરૂદ્ધ પોલીસે IPC કલમ 392, 120 (B) મુજબ ગુનો નોંધી બીલ્કીસની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બિલ્કીસ, તેના પિતા અને કેનોને પૂર્વ આયોજીત કાવતરૂ રચી શો-રૂમમાંથી દાગીના ખરીદવા માટે ફરિયાદીને બોલાવ્યા હતા.

સોના અને રિયલ ડાયમંડના દાગીનાની આ રીતે લૂંટ ચલાવી
ફરિયાદી પાસે રહેલા સોના દાગીના જેમાં સોનાના બુટી સહિતના 5 સેટ, સોનાની 12 બંગડી, સોનાના 3 ચેઇન, સોનાના 2 મંગળસુત્ર, સોનાના 4 વીટી સહિત આ તમામનું વજન 1807.980 ગ્રામ જેની કિંમત 97,34,267 થાય છે. તેમજ રિયલ ડાયમંડના દાગીના જેમાં 5 બ્રેસલેટ, 9 વીટી, 1 નેકલેસ અને 1 પેન્ડલસેટનું વજન 357.720 ગ્રામ અને તેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. આ બન્નેની મળીને કિંમત 1,48,43,282 રૂપિયા થાય છે. આ તમામ દાગીનાનું બોક્સ આરોપી બિલ્કીસે પડાવી આરોપી બિલ્કસના પિતા અને કેનોને ફરિયાદીને પકડી રાખ્યા હતા. બાદમાં બન્નેએ ધક્કો મારી ઘરની બહાર નીકળી ગયા હતા. બાદમાં બિલ્કસ સહિત ત્રણેય આરોપીએ પોતાના મકાનને તાળુ મારી ક્રેટા કારમાં નાસી છૂટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment