રાજકોટ ક્રાઇમ ન્યુઝ:વીંછીયાના ગુંદાળા ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો, રૂ.9747નો મુદ્દામાલ જપ્ત - Alviramir

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:વીંછીયાના ગુંદાળા ગામે ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો, રૂ.9747નો મુદ્દામાલ જપ્ત

રાજકોટ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોગસ તબીબ રમેશ બાવળીયા

  • ધનવંતરી માર્ગ પર ઘરની અગાસીના ટાંકામાંથી વૃદ્ધની લાશ મળી
  • હેવન હાઈટ્સમાં ત્રીજા માળેથી પટકાતા એક શ્રમિકનું મોત

વીંછીયાના ગુંદાળા ગામે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં ડિગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે SOGની ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિછિયામાં SOGની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વીંછીયાના ગુંદાળા ગામે રમેશ બાવળીયા નામનો વ્યક્તિ ડિગ્રી વિના દવાખાનું ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને રમેશ બોગસ ડોકટર હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપતા મળી આવ્યો હતો.

રૂ.9747નો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે રમેશ પાસે મેડીકલ સર્ટીફીકેટની માંગણી કરતા તેણે પોતાની પાસે કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાની કેફીયત આપી હતી. જેને પગલે મેડીકલ ડીગ્રી ન હોવા છતા ડોકટર તરીકે પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયો હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરીને ઇજેક્શન-સિરીંજ તથા દવાઓ મળી રૂ.9747નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા માળેથી પટકાતા એક શ્રમિકનું મોત
રાજકોટ સત્યદીપ સોપાન રોડ કસ્તુરી રેસીડેન્સીની પાછળ આવેલ હેવન હાઈટ્સ બિલ્ડિંગમાં ત્રીજા માળેથી પટકાતા એક શ્રમિકનું મોત થયાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ તાલુકા પોલીસની થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરનાથ યાત્રામાં સોની વેપારીને હાર્ટએટેક આવતા મોત
આ વર્ષે અમરનાથ યાત્રામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે યાત્રિકો ભારે હેરાન પરેશાન થયા હતા. તંત્ર દ્વારા અનેક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. યાત્રા સ્થગિત પણ કરી દેવાઈ હતી. ઉઘાડ નીકળતા પુન: યાત્રા શરૂ કરવામાં આવી હતી. વરસાદના કારણે યાત્રાના રૂટ પર ભારે કાદવકીચડ થયો છે. જેને કારણે યાત્રિકો પરેશાનીનો ભોગ બન્યા.ગત તા.29મીના અમરનાથની યાત્રા પર રાજકોટના સોની બજારના પ્રતિષ્ઠિત વેપારી (ઉ.67) ગયા હતા. તેમને યાત્રા દરમ્યાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવ્યો હતો અને આજે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.

ધનવંતરી માર્ગમાં ઘરની અગાસીના ટાંકામાંથી વૃદ્ધની લાશ મળી
શહેરના પ્રહલાદ પ્‍લોટમાં ધનવંતરી માર્ગ પર રહેતાં દરજી વૃધ્‍ધની ઘરની અગાસીના ટાંકામાંથી લાશ મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. જાણવા મળ્‍યા મુજબ પ્રહલાદ પ્‍લોટમાં રહેતાં કિરીટભાઇ છગનભાઇ ટંકારીયા (ઉ.વ.62) નામના દરજી વૃધ્‍ધની લાશ સવારે તેના જ ઘરની અગાસીના ટાંકામાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ મૃત્‍યુ પામનાર કિરીટભાઇ ટંકારીયા બે ભાઇમાં નાના હતાં. તેમને સંતાન નથી. તેઓ ધર્મપત્‍નિ વંદનાબેન સાથે રહેતાં હતાં. અગાઉ લેડીઝ ટેઇલર તરીકે કામ કરતાં કિરીટભાઇ હાલમાં નિવૃત જીવન જીવતાં હતાં. તેમને માનસિક બિમારી લાગુ પડી હતી. રાતે એકાદ વાગ્‍યે ધર્મપત્‍નિએ તેમને ઊંઘી રહ્યા હતાં ત્‍યારે જોયા હતાં. એ પછી સવારે પત્‍નિ જાગ્‍યા ત્‍યારે પતિ ઘરમાં ન દેખાતાં તપાસ કરતાં અગાસીના ટાંકામાંથી લાશ મળી હતી. તેમણે બિમારીથી કંટાળી આપઘાત કર્યો કે અકસ્‍માતે પડી ગયા ! તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.

આર્થિક તંગીથી કંટાળી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
મોરબી રોડ પર ક્રિષ્‍ના બંગલોઝ સોસાયટીમાં રહેતાં સોરઠીયા પ્રજાપતિ યુવાને રૈયા ચોકડી પાસે પોતાની દૂકાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.જાણવા મળ્‍યા મુજબ ક્રિષ્‍ના બંગલોઝમાં રહેતાં યુવાને સાંજે 6 વાગ્‍યે રૈયા ચોકડી અમૃત હોસ્‍પિટલ પાસે આવેલી પોતાની પિતૃકૃપા એલ્‍યુમિનિયમ સેકશન નામની દૂકાને હતાં ત્‍યારે ઝેરી દવા પી લીધા બાદ પોતાના ફઇના દિકરાને જાણ કરતાં તેણે દૂકાને પહોંચી યુવકને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. યુવક બે ભાઇમાં મોટો છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તેઓ ભાગીદાર સાથે એલ્‍યુમિનીયમ સેક્‍શનનું કામ કરે છે. હાલ યુવક બેભાન હોઇ નિવેદન નોંધી શકાયું નથી. પરિવારજનો કારણ જાણતા નથી. ભાગીદારના કહેવા મુજબ યુવકે હાલમાં ધંધામાં મંદી હોઇ આર્થિક મુશ્‍કેલીમાં હોવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment