રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:તસ્કરોએ સ્મશાનને પણ ન છોડ્યું, લાકડા કાપવાના મશીન સહિત 2 લાખની ચોરી કરી, CCTVમાં બે ચોર કેદ - Alviramir

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:તસ્કરોએ સ્મશાનને પણ ન છોડ્યું, લાકડા કાપવાના મશીન સહિત 2 લાખની ચોરી કરી, CCTVમાં બે ચોર કેદ

રાજકોટ2 મિનિટ પહેલા

બન્ને તસ્કર સીસીટીવીમાં કેદ થયા.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક નવાગામ ખાતે સ્મશાનમાં ચોરીની ઘટના સામે આવી છે. નવાગામ સ્મશાન ખાતે બે શખસે આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ગઇકાલે રાત્રિના 11.32 વાગ્યે બે શખસે સ્મશાનમાં પ્રવેશ કરી લાકડા કાપવાના મશીન સહિત સામાન મળી કુલ રૂપિયા 2 લાખના મુદામાલની ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. જેમાં ચોરી કરતા બે શખસ CCTV કેમેરામાં કેદ થયા છે.

નવાગામ સ્મશાનની ઓરડીમાં બે શખસ ઝડપાયા હતા.

નવાગામ સ્મશાનની ઓરડીમાં બે શખસ ઝડપાયા હતા.

રામાપીર ચોક નજીક બાઇક ચોર ઝડપાયો
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે વાહન ચોરી, મોબાઇલ ચોરી સહિતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર DCP ઝોન 1ની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રામાપીર ચોક નજીક ફાયર બ્રિગેડ નજીકથી કરણ સાગઠીયાને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ચોરાઉ બાઈક મળી આવતા પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રામાપીર ચોકડી પાસેથી બાઇક ચોરની પકડ્યો.

રામાપીર ચોકડી પાસેથી બાઇક ચોરની પકડ્યો.

ગોંડલમાં ઘર પાસે હોર્ન વગાડવા બાબતે યુવાનને માર માર્યો
ગોંડલ વિજયનગર મફતિયાપરામાં રહેતા ચંદ્રિકાબેન ઉર્ફે લીલાબેન બટુકભાઈ ચાવડાએ સિટી પોલીસમાં હેતલબેન મકવાણા, ભરત ભરવાડ, રાણો, પભો અને કિંજલબેન વિરુદ્ધ પોતાના પુત્રને ઘર પાસે હોર્ન વગાડવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ફરિયાદમાં ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, તેનો પુત્ર સત્યવાન ગઈકાલે જ હેતલબેન મકવાણાના ઘર પાસેથી પસાર થયો હતો. ત્યારે બાઈકનું હોર્ન વગાડ્યું હતું. આ બાબતે ઉપરોક્ત શખસોએ ઘરે આવી માથાકૂટ કરી હતી આ અંગે મારા પુત્રએ જણાવ્યું હતું કે, તમારા ઘર પાસે નાના બાળકો રમતા હોય બાળકો રસ્તા ઉપર રમતા દૂર થઈ જાય તે માટે હોર્ન વગાડ્યું હતું. પરંતુ આરોપીઓએ એક થઈ માર મારી ઈજા પહોંચાડતા યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment