રાજપીપલામાં પત્નીના હાથે પતિનું મોત:શ્રમજીવી દંપતી વચ્ચે જમવા બાબતે ઝગડો થતા પત્નીએ માથાનાં ભાગે પથ્થર મારી પતિને પતિને મોતને ઘાટ ઉતાર્યો - Alviramir

રાજપીપલામાં પત્નીના હાથે પતિનું મોત:શ્રમજીવી દંપતી વચ્ચે જમવા બાબતે ઝગડો થતા પત્નીએ માથાનાં ભાગે પથ્થર મારી પતિને પતિને મોતને ઘાટ ઉતાર્યો

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

રાજપીપળામાં રહી છૂટક મજૂરી કરી ઓટલા પર જીવન ગુજરનાર પતિ-પત્ની રહેતા હતા. ગત રાત્રીના રાજપીપળાના જિન કંપાઉન્ડમાં આવેલ ગુજકોમા સોલના ખાતરના ગોડાઉનના ઓટલા ઉપર રાતવાસો કરતા હતા. આ શ્રમજીવી દંપતી વચ્ચે જમવા બાબતે ઝગડો થયો હતો જે ઉર્ગ બનતા પત્નીએ પતિના માથાના ભાગે પથ્થર મારતા પતિનું મોત નિપજ્યું હતું.

મોઢાના ભાગે પથ્થર વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી
મહારાષ્ટ્ર નંદુબાર બીલેડા ગામના મૂળ રહેવાસી અને હાલ રાજપીપળામાં રહેતી જાલું રૂપસિંગ પાવર જેના પતિ તરીકે રહેતો મૂળ વડોદરા સીનોરના ઉતરાજ ગામનો રમેશ ચંદુભાઈ દેવીપૂજક વચ્ચે બોલાચાલી થઈ જેમાં પત્ની ગુસે થઈને પતિ રમેશના માથાના ભાગે અને મોઢાના ભાગે પથ્થર વડે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચતા રામેશનું મોત નીપજ્યું હતું. જે બાબતની જાણ ધામણાચાના કાર્તિક પટેલે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં પી.આઈ જે.કે પટેલને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતની તાપસ કરી પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment