રાજપીપળામાં 25 વર્ષ બાદ જાદુનો શો:​​​​અમરેલીના જાદુગર સહેનશા જે જાદુગરી સાથે સમાજમાં ફેલાયેલા દુષણો અંગેની જાગૃતિ લાવવાનું કરે છે કામ - Alviramir

રાજપીપળામાં 25 વર્ષ બાદ જાદુનો શો:​​​​અમરેલીના જાદુગર સહેનશા જે જાદુગરી સાથે સમાજમાં ફેલાયેલા દુષણો અંગેની જાગૃતિ લાવવાનું કરે છે કામ

નર્મદા (રાજપીપળા)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કટપુતલી પપેટ શો, ભવાઈ અને જાદુગર જેવા મનોરંજનના શો લુપ્ત થયા
  • કોરોનામાં જાદુગરની ખુબ ખરાબ પરિસ્થિતિ રહી

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે 40 વર્ષથી જાદુગરના વ્યવસાય સાથે જોડાયેલા અમરેલી જિલ્લાના કટુભા જાદુગરનો શો બાળકો અને વડીલોને આકર્ષી રહ્યો છે. આશરે 25થી 30 વર્ષ બાદ રાજપીપલાના આંગણે કોઈ મોટા જાદુગરે પોતાનો શો બતાવી રહ્યા છે. ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, અને જાદુના બધા શો હીટ જઈ રહ્યા છે.

કટપુતલી પપેટ શો, ભવાઈ અને જાદુગર જેવા મનોરંજનના શો લુપ્ત
આજના મલ્ટીપ્લેક્સ, અને વેબ સીરીઝો સામે જુના સરકસ, કટપુતલી પપેટ શો, ભવાઈ અને જાદુગર જેવા મનોરંજનના શો લુપ્ત થઇ ગયા છે. ત્યારે આજના જમાનામાં જાદુગરનો શો જીવંત રાખવા જાદુગરો મહામુસીબતે પોતાનો વ્યવસાય ચાલવી રહ્યા છે. અમરેલી જિલ્લાના દામનગર ગામના વતની કટુભા કસુભા ચુડાસમાનો પરિવાર ઘણો મોટો છે. તેમની ચાર પાંચ પીઢી થી આ જાદુગરીનો વ્યવસાય કરે છે, અને તમામ પરવારના 18 જેટલા ભાઈઓ જાદુગર છે. ગુજરાતમાં જાદુગર સહેનશા તરીકે ખ્યાતનામ કટુભા ચૂડાસમા બાપદાદાનો ધંધો સાચવવા અને લોકોને મનરંજન પીરસવા આજે પણ આ જાદુગરનો શો ચલાવી રહ્યા છે. છેલ્લા 40 વર્ષથી આ શો ચલાવી જાદુગરી સાથે સમાજમાં ફેલાયેલા દુષણો અંગેની પણ જાગૃતિ લાવવાનું કામ કરે છે.

કોરોનામાં જાદુગરની ખુબ ખરાબ પરિસ્થિતિ રહી
આ બાબતે જાદુગર સહેનશા કટુભાએ જણાવ્યું હતું કે, જાદુનો શો લુપ્ત થઇ રહ્યો છે, પણ અમે જીવંત રાખ્યો છે. કોરોનામાં ખુબ ખરાબ પરિસ્થિતિ હતી, છતાં આ શો ને જીવંત સખ્યો છે. આજે પણ રાજપીપલામાં હું શો ચલાવી રહ્યો છું, મારી પાસે 50 માણસો છે. જેમાં 35 મારી કાયમ સાથે રહેનારા અને 15 રાજપીપલા છે, તમામને જાતે જમવાનું બનાવીને રાખું છું. સરકાર અમે જ્યાં પણ શો કરીએ ત્યાં સરકારી હોલ હોય તેને ટોકન પર આપી મદદ કરી, સમાન લાવવા જરૂરી નાણાકીય સહાય કરે એવી અમારી માંગ છે. કેમ કે કોરોનમાં બધાને મદદ કરી, પણ જાદુગરોને કોઈ સહાય નથી કરી તો આ જાહેરાત સરકાર કરે એવી અમારી વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment