રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત પહોંચ્યા, ધારાસભ્યોને કરશે વોટની અપીલ - Alviramir

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત પહોંચ્યા, ધારાસભ્યોને કરશે વોટની અપીલ

અમદાવાદએક કલાક પહેલા

મુખ્યમંત્રી સાથે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તસવીર

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. અમદાવાદની નારાયણી હાઇટ્સ હોટલમાં તેઓની NDA સમર્થક દળના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાશે. આ માટે તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર છે.

એનડીએના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાતના ધારાસભ્યો પાસેથી વોટની અપીલ કરશે. આ પહેલા શનિવારે જ વિધાનસભાના મુખ્ય દંડકે ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લીધા હતા. અહીં ભાજપની વિધાનસભા પક્ષની બેઠક મળી હતી અને તે દરમિયાન તેમને રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના મતદાનની સમજૂતિ આપવામાં આવી હતી. આ તમામ ધારાસભ્યો ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ગાંધીનગર જ રહેશે. ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર તમામ ધારાસભ્યોને અગાઉથી બોલાવી લેવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે કોઇ ધારાસભ્ય અચાનક આવી પડેલાં અનિવાર્ય સંજોગોને કારણે ગેરહાજર ન રહે.

અગાઉ વરસાદના કારણે દ્રૌપદી મુર્મુનો પ્રવાસ રદ કરાયો હતો દ્રૌપદી મુર્મુ અગાઉ 15 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરીને આસપાસના ગ્રામજનો અને નગરજનો સાથે પણ બેઠક અને ચર્ચા કરવાના હતા. જોકે ભારે વરસાદના કારણે 15 જુલાઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment