રિટેલર્સમાં પડાપડી:GSTના વિરોધમાં 300 વેપારી જોડાયા, ટેક્સ વગરનો માલ ભરી લેવા રિટેલર્સમાં પડાપડી - Alviramir

રિટેલર્સમાં પડાપડી:GSTના વિરોધમાં 300 વેપારી જોડાયા, ટેક્સ વગરનો માલ ભરી લેવા રિટેલર્સમાં પડાપડી

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર

  • દાણાપીઠ આજે સાંજે 4 કલાક સુધી ધમધમતી રહેશે, સામાન્ય દિવસ કરતા સવાયો વેપાર થશે

અનાજ-કઠોળ પર સોમવારથી જીએસટી લાગુ થવાના વિરોધમાં રાજકોટમાં શનિવારે દાણાપીઠ, યાર્ડના અનાજ- કઠોળના અંદાજિત 300 વેપારી જોડાયા હતા. સોમવારથી તેના પર ટેક્સ લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે ટેક્સ વગરનો માલ ભરી લેવા માટે રિટેલર્સમાં પડાપડી થઈ હતી અને આજે પણ બજારમાં આજ માહોલ રહેશે જેને કારણે સામાન્ય દિવસ કરતા સવાયો વેપાર થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ આજે અનાજ-કઠોળમાં રૂપિયા 3 કરોડથી વધુ વેપાર થવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે.

શનિવારે દુકાન બંધ હતી પણ ટેક્સ વગરનો માલ મળી રહે એ માટે ટેલિફોનમાં વેપાર થયાં હતાં. આ અંગે દાણાપીઠ વેપારી એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કેસરિયાના જણાવ્યાનુસાર શનિવારે સવારથી જ દાણાપીઠની દુકાનો બંધ રહી હતી. બધા વેપારીઓએ શાંતિપૂર્વક બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે આજથી દુકાન રાબેતા મુજબ ચાલુ રહેશે. જો ઉચ્ચ કક્ષાએથી રણનીતિ ઘડવામાં આવશે તો એ અનુસંધાન નિર્ણય લેવામાં આવશે.

અમુક દુકાનદારોએ કહ્યું કે, હાલમાં ખરીદી છે જ નહીં, દુકાન ચાલુ હોય કે બંધ બધું એક જેવું જ છે
શનિવારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ કોઈ ખરીદી છે જ નહીં. એટલે દુકાન ચાલુ રાખીએ કે બંધ બધું એક જેવું જ છે. વરસાદ પાણી પર આખી બજારનો આધાર હવે રહેશે.

શનિવારે હોલસેલરની દુકાનો બંધ હતી પણ આખો દિવસ ફોન રણકતા રહ્યા
શનિવારે હોલસેલરની દુકાન બંધ હતી પરંતુ આખો દિવસ ટેલિફોન રણકતા રહ્યા. રિટેલર્સે પૂછ્યું હતું કે, મારે કેશ ઓન ડિલિવરી જોઈએ છે મળી શકશે? મારા 25 કિલો ચોખા, 30 કિલો ચણા, 50 કિલો ઘઉં રાખી મૂકજો હું રવિવારે તમારે ત્યાં આવીને ખરીદી કરી જઈશ. આ સિવાય વધુ માલ જોઈતો હોઈ તો મળી શકે ખરા? આમ ટેલિફોન ચાલુ જ રહ્યા હતા.

બંધની અસર

  • 8 જણસીની આવક બેડી યાર્ડમાં બંધ રહી
  • 5 કરોડનું ટર્નઓવર ખોરવાયું યાર્ડમાં
  • રૂ.2 કરોડથી વધુનો વેપાર દાણાપીઠમાં
  • ​​​​​​​8 કલાક સતત આજે વેપાર ચાલતા રહેશે

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment