રિડેવલપમેન્ટ યોજનામાં બે નવા સુધારા:સોસાયટીના સભ્યોએ હવે સંયુક્ત રીતે સંમતિ પત્ર નોટરાઇઝ કરાવવાનું રહેશે, બાકી હપ્તાની રકમ ભરવા પણ ખાસ સુવિધા - Alviramir

રિડેવલપમેન્ટ યોજનામાં બે નવા સુધારા:સોસાયટીના સભ્યોએ હવે સંયુક્ત રીતે સંમતિ પત્ર નોટરાઇઝ કરાવવાનું રહેશે, બાકી હપ્તાની રકમ ભરવા પણ ખાસ સુવિધા

અમદાવાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીની ફાઈલ તસવીર

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા નિર્માણ પામેલાં વર્ષો જૂના એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટના મામલે છેલ્લાં કેટલાંક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઉસિંગ બોર્ડના રહીશોના બાકી હપ્તા પરનું વ્યાજ તથા પેનલ્ટી માફ કરવાની જાહેરાત કરી હતી. ત્યાં વળી આજે ગુજરાત હાઉસિંગ બોર્ડે રિડેવલપમેન્ટ યોજનાને અનુલક્ષીને બે સુધારા કર્યા છે. તે મુજબ હવે એસોસિએશન દ્વારા રજૂ કરવાના થતાં સંમતિ પત્રક સ્ટેમ્પ પેપર પર રજૂ કરવાના બદલે ફક્ત નોટરાઇઝ કરવાના રહેશે. તેમાંય વળી પાછું રહીશોએ વ્યક્તિગત નહીં બલ્કે એસોસિએશનના દરેક સભ્યોએ એક કાગળ પર સંયુક્ત સહી કરીને તેમાં નીચે એપાર્ટમેન્ટના પ્રમુખ અને સેક્રેટરીએ સહી કરવાની રહેશે. આ કાગળ પર નોટરીના સહી-સિક્કા કરીને આપવાના રહેશે.

સ્થાનિક રહીશો દ્વારા સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરવાના કારણે 300 રૂપિયાથી વધુ ખર્ચ થતો હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે બોર્ડે કરેલા આ નિર્ણયથી રહીશોને મહદઅંશે રાહત આપવામાં આવી હોવાનું ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડે જણાવ્યું છે.

સંમતિ પત્ર સ્ટેમ્પ પેપરને બદલે નોટરાઇઝ કરવાનું રહેશે
ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય ઇજનેર દ્વારા આજે રાજ્યની હાઉસિંગ બોર્ડની અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ઓફીસના તમામ કાર્યપાલક ઇજનેર તેમજ જાગીર વ્યવસ્થાપકને પત્ર પાઠવ્યો છે. જેમાં એસોસિએશનો દ્વારા રજૂ કરવાના થતાં સંમતિ પત્રક સ્ટેમ્પ પેપર પર રજૂ કરવાના બદલે ફક્ત નોટરાઇઝ કરવાનું રહેશે. આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ તથા ગુજરાત હાઉસિંગ વસાહત મંડળના કેટલાંક હોદ્દેદારો વચ્ચે આજે હાઉસિંગ બોર્ડમાં યોજાયેલી બેઠકમાં ઉક્ત નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના નાયબ કમિશનર બી.એસ. પ્રજાપતિ, ચીફ એન્જીનીયર એન. કે. પટેલ, એકઝીકયુટીવ એન્જીનીયર એમ.કે. કટારિયા તથા એસ્ટેટ મેનેજર એચ.પી. વાલેરા તથા હાઉસિંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ, સંયોજક બિપીન પટેલ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર ઉત્તમભાઈ સુરતીનો સમાવેશ થાય છે.

હપ્તાની રકમ ભરવા માટે અલાયદી વ્યવસ્થા કરાઈ
આ બેઠકમાં હાઉસિંગ બોર્ડના સભ્યોને બાકી હપ્તાની રકમ ચેક તેમ જ રોકડેથી ભરવા માટેની અલાયદી વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇને ગુજરાત હાઉસિંગ બોર્ડની અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરત તેમ જ ભાવનગર ખાતે મહેન્દ્ર કોટક બેંક તથા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાસ કાઉન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. સાથોસાથ રકમ ભરનારાની સંખ્યા વધુ હશે તો બેંક તેમ જ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ એપાર્ટમેન્ટમાં પહોંચશે.

તમામ સભ્યોએ 300ના સ્ટેમ્પ પેપરનો ખર્ચ નહીં કરવો પડે
​​​​​​​
આ અંગે હાઉસિંગ બોર્ડના ઇન્ચાર્જ નાયબ કમિશનર તથા નર્મદા જિલ્લાના એડીશનલ કલેકટર બી.એસ. પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપરાંત નોટરીવાળા બીજી રકમ લે એટલે ખર્ચ વધુ થતો હોવાથી માત્ર નોટરાઇઝ કરવાની હાઉસિંગના રહીશોની રજૂઆત હતી. જેથી બોર્ડે સિમ્પલ કાગળ પર નોટરાઇઝ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલાં દરેક સભ્યને અલગ અલગ નોટરાઇઝ કરવાનું હતું. પરંતુ નવા નિર્ણય મુજબ હવે એપાર્ટમેન્ટના તમામ સભ્યો એક જ સાદા કાગળ પર સહીઓ કરી દે અને નીચે એપાર્ટમેન્ટના પ્રમુખ અને સેક્રેટરી સહી કરી દે ત્યારબાદ તેના પર નોટરીના સહી-સિક્કાં કરાવી દેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment