રીંછે હાહાકાર મચાવ્યો:સતલાસણાના સુદાસણ ગામને રીંછે માથે લીધું, ગ્રામજનો કંઇ સમજે તે પહેલાં જ એક ઘરમાં ઘૂસીને તોડફોડ કરી - Alviramir

રીંછે હાહાકાર મચાવ્યો:સતલાસણાના સુદાસણ ગામને રીંછે માથે લીધું, ગ્રામજનો કંઇ સમજે તે પહેલાં જ એક ઘરમાં ઘૂસીને તોડફોડ કરી

મહેસાણા13 મિનિટ પહેલા

  • ગામને અડીને જંગલ આવેલું હોવાથી અનેકવાર રીંછ આંટાફેરા કરે છે: સ્થાનિક
  • ગામ લોકો રીંછને ભગાડવાનો પ્રયાસ કરે તો વનવિભાગ અમારી સામે ફરિયાદ કરે છે: સ્થાનિક

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે ગઈકાલે મોડી રાત્રે રીંછ આવી ચઢ્યું હતું. જંગલમાંથી ગામમાં આવી ચડેલા રીંછે ભારે હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે રીંછ એક ઘરમાં ઘૂસી જતા ગામલોકોમાં ભયનમો માહોલ છવાયો હતો.

રાત્રે 9 વાગ્યે રીંછ આવ્યું
સુદાસણા ગામમાં ગઈકાલે રાત્રે 9 કલાક આસપાસના સમયગાળા દરમિયાન એક રીંછ ગામમાં ઘૂસી ગયો હતું. રીંછનો જોઇને ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘણાં લોકો પોતાન ઘરોમાં પુરાઈ ગયા હતા. ત્યારે રીંછે એક ઘરમાં ઘૂસી ગયું હતું. જોકે, ઘરના બે દરવાજા હોવાના કારણે તે બીજા દરવાજેથી બહાર નીકળી ગયું હતું.

અનેકવાર રીંછ આવી તોડફોડ કરી નુકશાન કરે છે: સ્થાનિકઅનેકવાર રીંછ આવી તોડફોડ કરી નુકશાન કરે છે: સ્થાનિક
સુદાસણા ગામને અડીને જંગલ આવેલું હોવાના કારણે અનેકવાર રીંછ ગામમાં ખોરાકની શોધમાં આવી જતા હોય છે. ત્યારે ગામમાં રહેતા દશરથભાઈએ જણાવ્યું કે, અનેકવાર રીંછ ગામમાં આવી હાહાકાર મચાવે છે અને દુકાનો અને ઘરોમાં તોડફોડ કરે છે. ત્યારે ગામ લોકો રીંછને ભગાડવાનો પ્રયાસ કરે તો વનવિભાગ અમારી સામે ફરિયાદ કરે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment