રેવડીનો વિરોધ રેકડીમાં:રાજકોટમાં આમ આદમી પાર્ટીએ રેકડીમાં બેસી બેનર સાથે વિરોધ કર્યો, પોલીસ સાથે રકઝક બાદ અટકાયત - Alviramir

રેવડીનો વિરોધ રેકડીમાં:રાજકોટમાં આમ આદમી પાર્ટીએ રેકડીમાં બેસી બેનર સાથે વિરોધ કર્યો, પોલીસ સાથે રકઝક બાદ અટકાયત

રાજકોટ22 મિનિટ પહેલા

પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે રકઝક થઈ.

દેશના વડાપ્રધાને બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરીને મજાક ઉડાવતા કહ્યું હતું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડી વેચી રહ્યા છે. આ નિવેદનને લઇ આજે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ થઈ રહ્યો છે. રાજકોટમાં પણ આજે હનુમાન મઢી ચોકમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા હતા અને રેકડીમાં બેસી બેનર સાથે વિરોધ કર્યો હતો. જોકે પોલીસ વિરોધ રોકવા પ્રયાસ કર્યો તો કાર્યકરોએ પોલીસ સાથે રકઝક કરી હતી. બાદમાં પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

ગુજરાતભરમાં આપ દ્વારા વિરોધ કર્યો છે
આમ આદમી પાર્ટીના પ્રજાલક્ષી કામોને ન સમજી શકનાર વડાપ્રધાનના નિવેદનનો વિરોધ કરવા માટે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા સહિત તમામ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

રેકડીમાં બેસી બેનર બતાવી વિરોધ કર્યો.

રેકડીમાં બેસી બેનર બતાવી વિરોધ કર્યો.

અરવિંદ કેજરીવાલે સામાન્ય લોકોના દુખને જોયું છે
આમ આદમી પાર્ટીના આગેવાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ એવું કહ્યું હતું કે, મફતની રેવડી આપી વોટ લેવામાં આવે છે. પણ જ્યારે તેમના નેતાઓને 4 હજાર યુનિટ ફ્રી આપવામાં આવે છે. એમને બંગલા અને ગાડીઓ આપવામાં આવે છે. તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે અમે સામાન્ય લોકોને દેખાડવા માટે આવ્યા છીએ. સામાન્ય લોકોની સ્થિતિ શું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સામાન્ય લોકોના દુખને જોયું છે. લોકોને સારું શિક્ષણ, આરોગ્ય અને રોડ-રસ્તા તેમજ વીજળી આપી છે. કોઈ ગરીબનો દીકરો આઇટીમાં એડમિશન લઇ ભણી શકતો હોય તો શું તેમને મફતની રેવડી કહેવાય.

બેનર સાથે આપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા.

બેનર સાથે આપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment