રોકાણ માટે પ્રોત્સાહન:કેનેડામાં 'ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા' કાર્યક્રમનું આયોજન થયું; વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ ભાગ લીધો - Alviramir

રોકાણ માટે પ્રોત્સાહન:કેનેડામાં 'ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા' કાર્યક્રમનું આયોજન થયું; વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ ભાગ લીધો

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વેસ્ટર્ન ઓન્ટારિયો અને કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના 150 કરતા વધારે ઉદ્યોગપતિઓ, રોકાણકારો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ‘ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન્વેસ્ટ કેનેડા’ સબમિટની રોયલ કેનેડિયન લિજીન બ્રાન્ચ 234 ગુઈલ્ફ ખાતે બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે નવા કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ (CHCC)ની સંભાવનાની શરૂઆત થઈ હતી.​​​​​​​

આ કાર્યક્રમમાં ઉચ્ચ હોદ્દેદારો જેમ કે કાઉન્સિલેટ જનરલ ઓફ ઈન્ડિયા ટોરન્ટોના અપૂર્વા શ્રીવાસ્તવ, ગુઈલ્ફ MP લોઈડ લોંગફિલ્ડ, ગુઈલ્ફ MPP માઈક શ્રેઈનર, ગુઈલ્ફ શહેરના મેયર કેમ ગુથેરીઈ તથા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ડોમિનિક ઓ’રાઉર્ક ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પ્રેઝન્ટેશન રજૂ કર્યાં હતા.

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન વર્ચ્યુઅલી બેઠકમાં જોડાયા
આ પ્રસંગે ભારતના રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સોમ પ્રકાશ વર્ચ્યુઅલી જોડાયા હતા અને એક વીડિયો સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે કેનેડા ઈન્ડિયામાં રોકાણને લગતી તકો વિશે ખાસ વીડિયો મારફતે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બે આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ મોટીવેશન સ્પીકર્સ ગ્લોબલ ગુરુના શૈલેષ ઠાકર અને હિમાનીઝ હેપિનેસ હબના હિમાની ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા ક્ષેત્રના કેટલાક પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેનેડામાં હકારાત્મક યોગદાન બદલ હિન્દુ સમુદાયની પ્રશંસા

કેનડાના અગ્રણીઓ તથા કેનેડા સરકાર બન્નેના વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓએ ભારત તથા કેનેડામાં કેવા પ્રકારની રોકાણની તકો રહેલી છે તે અંગે વ્યાપક ચર્ચા-વિચારણા કરી હતી. MP લોઈડ લોંગફિલ્ડે કેનેડા તથા ગુઈલ્ફ કોમ્યુનિટીમાં કેનેડિયન હિન્દુ સમુદાય દ્વારા જે હકારાત્મક યોગદાન આપવામાં આવે છે તે અંગે પ્રશંસા કરી હતી.

MP લોંગફિલ્ડે પણ ઈન્ડો-કેનેડિયનના મજબૂત બની રહેલા સંબંધોની પણ પ્રસંશા કરી હતી. CGI-શ્રીવાસ્તવે ભારતમાં વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્ર તથા રોકાણ માટે તેનું શું મહત્વ રહેલું છે તે અંગે માહિતી આપી હતી. CGIએ ભારતમાં રોકાણો વિશે વધુ જાગૃત્તિ કેળવવા પર ભાર આપ્યો હતો.

લોકશાહી- સંસ્કૃતિની દ્રષ્ટિએ ભારત તથા કેનેડા ​​​​​​​વચ્ચે સમાનતા

મેયર ગુથ્રીઈએ CHCC ઈવેન્ટની પ્રસંશા કરી હતી અને ગુઈલ્ફમાં રોકાણ કરવા માટે કેટલાક ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કર્યાં હતા. જ્યારે MPP શ્રેનરે હિન્દુ સમુદાયની પ્રસંશા કરી હતી અને ઓન્ટારિયોમાં રોકાણ અંગે જાણકારી આપી હતી. CHCCના પ્રેસિડેન્ટ નરેશ ચાવડાએ લોકશાહી તથા કલ્ચરની દ્રષ્ટિએ ભારત તથા કેનેડા વચ્ચે રહેલી સમાનતાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે આ પ્રસંગે ભવિષ્યમાં વેપાર ભાગીદારો તરીકે કેનેડા અને ભારત શા માટે આદર્શ છે તે અંગે માહિતી આપી હતી. CHCCના વાઈસ પ્રેસિડેન્ટ ખુશાગ્ર શર્માએ CHCCમાં વિવિધ સભ્યપદના મહત્વ વિશે માહિતી આપી હતી અને તમામ નવા લાઈફ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment