રોગચાળો અટકાવવા પ્રયાસ:કચ્છમાં વરસાદ બાદ મચ્છરજન્ય બીમારી સામે તાલુકા મથકોએ દવાનો છંટકાવ કરાયો, જરૂરી સૂચના પણ અપાઈ - Alviramir

રોગચાળો અટકાવવા પ્રયાસ:કચ્છમાં વરસાદ બાદ મચ્છરજન્ય બીમારી સામે તાલુકા મથકોએ દવાનો છંટકાવ કરાયો, જરૂરી સૂચના પણ અપાઈ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • After Rains In Kutch, Medicine Was Sprayed At Taluk Centers Against Mosquito borne Diseases, Necessary Instructions Were Also Given.

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મચ્છર ઉત્પતિના સ્થળોએ તપાસ પ્રક્રિયા હાથ ધરી તેનો નિકાલ કરવામાં આવ્યો
  • લોકોને મલેરિયા ​​​​​​​જેવી બિમારી સામે રક્ષણ મેળવવા જાગૃતિ દાખવવા સૂચનો કરાયા

કચ્છમાં વરસાદી મોસમ સાથે મચ્છરજન્ય બીમારી પણ શરૂ થવાની સંભાવના દેખાઈ રહી છે. જેમાં મેલેરિયા રોગના મુખ્ય વાહકોમાં એનાફીલીસ માદા મચ્છરનો ઇંડા મૂક્વાનો આ સમય છે. આ માટે તેને લોહીની જરૂર પડતી હોવાથી માનવને કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે. એટલે જ મેલેરિયામાં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવધાની વર્તવાની તાકીદ જી.કે. હોસ્પિટલના મેડિસીન વિભાગ દ્વારા કરાઇ છે. જિલ્લા મથક ભુજ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મચ્છર ઉત્પતિના સ્થળોએ તપાસ પ્રક્રિયા હાથ ધરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને લોકોને મલેરિયા જેવી બિમારી સામે રક્ષણ મેળવવા જાગૃતિ દાખવવા સૂચનો કર્યા હતા.

ખાસ તકેદારી રાખવા સલાહ
મચ્છર ન થાય એ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય, દરવાજા અને બારીના ખૂણા રાખવા, મચ્છરદાનીમાં સૂવું, મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછીનો સમય જ – પસંદ કરે છે, આ સમયે ખાસ તકેદારી રાખવાની સલાહ જીકે મેડિકલ અને આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ છે.

લોકોને મચ્છરથી બચવાના ઉપાયો સૂચવ્યાં
જિલ્લા મથક ભુજ શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટિમો દ્વારા મચ્છર ઉત્પતિના સ્થળોએ તપાસ પ્રક્રિયા હાથ ધરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. અને લોકોને મલેરિયા જેવી બિમારી સામે રક્ષણ મેળવવા જાગૃતિ દાખવવા સૂચનો કર્યા હતા. આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ 2 દ્વારા શનિવારના રોજ ટીમો બનાવી મેલેરિયા, ડેગ્યું એને h2h સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જેનું સુપર વિઝન મેડિકલ ઓફિસર મયુરસિંહ જાડેજા તથા thv મીનાબેન તથા ચંદ્રિકાબેન fhs જોડાયાં હતાં.

પડતર પાણીનો નિકાલ કરાયો
નખત્રાણા નગરમાં પણ આરોગ્ય વિભાગના MPW તથા આશા વર્કરો દ્વારા ગ્રામ પંચાયતના સહયોગ સાથે વિવિધ સ્થળો પર પહોંચી ભરાયેલા પાણીમાં દવાનો છાંટકાવ કરવામાં આવ્યો હતો. ટાયર પંક્ચરની દુકાનો પર જઈ પડતર પાણીનો નિકાલ કરાવાયો હતો અને ભરાયેલા પાણીનો નિકાલ કરી જાગૃતતા દર્શવવા લોકોને માહિત કરવામાં આવ્યાં હતા. જિલ્લાના અન્ય તાલુકાની જેમ મલેરિયા સહિતની મચ્છરજન્ય બીમારી અટકાવવા ભચાઉમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વિભાગના દિપક દરજી સાહિતના કર્મચારીઓ દ્વારા નગરમાં પાણી નિકાલ કરાવાયા હતા. લોકોને પડતર પાણી વિશે સમજ અપાઈ હતી. તથા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment