રોગચાળો ફાટવાની ભીતિ:કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં 15 દિવસથી ચોવીસ કલાક ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકો પરેશાન - Alviramir

રોગચાળો ફાટવાની ભીતિ:કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં 15 દિવસથી ચોવીસ કલાક ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકો પરેશાન

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • નગરસેવકો-તંત્ર દ્વારા પ્રશ્ન ઉકેલની હૈયાધારણ : વરસાદ બંધ થયાં બાદ કામગીરી હાથ ધરવામાં આવશે…!

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોતીતળાવ સ્થિત શેરી નં-6 પાછળ આવેલી વસાહતમાં છેલ્લા 15 દિવસથી સ્થાનિકો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે એક તરફ વરસાદ સાથે અહીં આગળ ખાડીમાં ભળતું ડ્રેનેજ નું પાણી તથા ચોવીસ કલાક ઉભરાતી ગટરોને પગલે અહીં રહેવું લોકો માટે દુષ્કર થઈ ગયું છે.

ચોમાસાના ચાર માસ ગટર લાઈનો ચોકઅપ થઈ જાય છે
શહેરમાં પીવાના પાણી તથા ડ્રેનેજને લગતી સળગતી સમસ્યાઓનો સામનો ભાવનગર શહેરમાં આવેલ કુંભારવાડા વિસ્તારના રહેવાસીઓ કરે છે પરંતુ ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બને છે તો ચોમાસાના ચાર માસ ગટર લાઈનો ચોકઅપ થઈ જવી ડ્રેનેજ લાઈન પીવાની લાઈન સાથે ભળી જવી અને વરસાદી પાણીનો ભરાવો હોય ચોમેર કાદવ-કીચડ સાથે ગંદકીનું સામ્રાજ્ય અકબંધ હોય એવાં સમયે ગટરો ઉભરાવાનુ શરૂ થઈ જાય છે,

સમસ્યા અંગે વારંવાર રજૂઆત
આ વિસ્તાર પછાત હોય આથી તંત્ર તથા અધિકારી સમગ્ર વિસ્તાર પ્રત્યે સૂગ અનુભવે છે પરીણામે ગટરો ઉભરાતા સર્જાયેલી નર્કાગાર જેવી પરિસ્થિતિ વચ્ચે જીવન જીવતાં લોકો ની આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં અને પંદર પંદર દિવસ વિતવા છતાં કોઈ સમાધાન તો દૂર પરંતુ જવાબ પણ એવા આપવામાં આવે છે કે જાણે “દાઝ્યા ઉપર ડામ” અધિકારી કે પોષ વિસ્તારોમાં રહેતો નાગરિક એક કલાક પણ આ વિસ્તારમાં પસાર ન કરી શકે એવી સ્થિતિ માં લોકો છેલ્લા પંદર દિવસથી રહે છે ખરેખર ધન્ય છે આવી સહનશીલ જનતાને !

ઠેક ઠેકાણે ખાબોચિયા-ખાડા ભરાયા છે
કુંભારવાડા ના મોતીતળાવ સ્થિત શેરીનં-6 પાછળ આવેલી વસાહતમાં છેલ્લા પંદર દિવસ થી ભૂગર્ભ ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં અનેક મેનહોલ માથી 24 કલાક અત્યંત દુર્ગંધ મારતું પાણી તથા કચરો રોડપર વહે છે અને ઠેક ઠેકાણે ખાબોચિયા-ખાડા ભરાયા છે ચોમાસામાં આ વિસ્તારમાં કાદવ-કીચડ સાથે પુષ્કળ પ્રમાણમાં ગંદકીના થર અને જયાં જુઓ ત્યાં કૂડો-કચરો જ દેખાય આમ સફાઈનો સદંતર અભાવ હોય ત્યારે ગટરો ઉભરાવાથી પેચીદી સમસ્યા સર્જાય છે,

બિમારીનો ભોગ બની રહ્યાં છે
આ અંગે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરતાં અધિકારીઓ તથા નગરસેવકો એ એવી હૈયાધારણા આપી હતી કે વરસાદ થંભી ગયા બાદ વરાપ નિકળ્યે ડ્રેનેજ નું કામ થશે !પરંતુ ત્યાં સુધી આવી હાલાકી વેઠવાની ?!નાના બાળકો વૃદ્ધો પારાવાર ગંદકી ને પગલે બિમારીનો ભોગ બની રહ્યાં છે ત્યારે આ પ્રાણ પ્રશ્નનો તત્કાળ ઉકેલ સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment