રોડ કરતા ખાડાઓ વધારે:એકતાનગર કેવડિયા કોલોનીમાં ઠેર-ઠેર ખાડા; વારંવાર અકસ્માતો થતાં હોવાથી ખાડાઓ પુરવા માંગ - Alviramir

રોડ કરતા ખાડાઓ વધારે:એકતાનગર કેવડિયા કોલોનીમાં ઠેર-ઠેર ખાડા; વારંવાર અકસ્માતો થતાં હોવાથી ખાડાઓ પુરવા માંગ

નર્મદા (રાજપીપળા)2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વરસાદને કારણે કેવડિયા કોલોનીનો રસ્તો સાવ ધોવાઈ ગયો
  • અજાણ્યા વાહન ચાલકો ખાડામાં પડતાં અકસ્માત સર્જાય છે

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે. ત્યારે એકતા નગર કેવડિયા કોલોનીમાં પણ ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જ્યાં રોજના હજારો પ્રવાસીઓ બજારમાં ખરીદી કરવા માટે આવે છે. નર્મદા નિગમ, સત્તા મંડળ, વન વિભાગના આધિકારીઓ સહીત કર્મચારીઓ આ કોલોનીના માર્ગમાં અવરજવર કરતા હોય છે. મુખ્ય બજાર આંબેડકર ચોક ખાતે જ મોટા ખાડા પડી ગયા છે. ફુવારા સર્કલની ફરતે જ્યાં જોવો ત્યાં ખાડાઓ જ ખાડા જોવા મળશે. પોલીસ સ્ટેશન પાસે પણ ખાડા પડ્યા હોઈ તંત્ર દ્વારા આ ખાડા વહેલી તકે પુરાવામાં આવે એવી માંગ ઉઠી છે.

વરસાદને કારણે કેવડિયા કોલોનીનો રસ્તો સાવ ધોવાઈ ગયો

વરસાદને કારણે કેવડિયા કોલોનીનો રસ્તો સાવ ધોવાઈ ગયો

અજાણ્યા વાહન ચાલકો ખાડામાં પડતાં અકસ્માત સર્જાય છે
કેવડિયામાં રહેતા સ્થાનીકોએ જણાવ્યું કે, વરસાદને કારણે કેવડિયા કોલોનીનો રસ્તો સાવ ધોવાઈ ગયો છે અને મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. જ્યારે અંદર પાણી ભરેલું હોય એટલે અજાણ્યા વાહન ચાલકો ખાડામાં પડે છે અને અકસ્માત સર્જાય છે. આતો સારું છે કે કોઈ જાનહાની બની નથી. ત્યારે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી આ ખાડાઓ ને કારણે થઇ રહી છે. તંત્ર જો માત્ર ખાડા પુરે તો પણ પરેશાની ઓછી થાય અને અકસમાતોની ઘટનાઓ ઓછી બને.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment