રોમિયોગીરી પડી ભારે:રાજકોટમાં જાગરણની રાત્રે પોલીસનું સઘન ચેકિંગ, ઉજાગરા કરવા નીકળેલા રોમિયોને ઉઠક બેઠક કરાવી - Alviramir

રોમિયોગીરી પડી ભારે:રાજકોટમાં જાગરણની રાત્રે પોલીસનું સઘન ચેકિંગ, ઉજાગરા કરવા નીકળેલા રોમિયોને ઉઠક બેઠક કરાવી

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રોમિયોને જાહેરમાં સબક શીખડાવ્યો

રાજકોટ શહેરમાં જયા પાર્વતીના જાગરણ નિમિત્તે યુવતીઓને લુખ્ખાતત્વો દ્વારા હેરાન પરેશાન ન કરવામાં આવે તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે રોમિયોગીરી કરનારા રોમિયોને જાહેરમાં સબક શીખડાવ્યો હતો. પોલીસે રોમિયોગીરી કરતા યુવાનોને જાહેરમાં ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. શહેર પોલીસે અલગ અલગ વિસ્તારમાં રેસકોર્સ રિંગ રોડ કિશાનપરા ચોક કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે યુવાનોને ઝડપીને ઉઠક બેઠક કરાવડાવી હતી.

સૌરાષ્ટ્રમાં જયાપાર્વતીનાં વ્રતનું જાગરણ
ગતરાત્રે સૌરાષ્ટ્રમાં જયાપાર્વતીનાં વ્રતનું જાગરણ હતું. જેમાં આ વ્રત કરનાર બહેનો ઉપરાંત મહિલાઓએ આખી રાત જાગરણ કરવાનું હોય છે. જેને લઈ સમય પસાર કરવા મોટી સંખ્યામાં યુવતિઓ રેસકોર્સ સહિતનાં સ્થળોએ આવતી હોય છે. એટલું જ નહીં શહેરનાં સિનેમાઘરોમાં પણ રાતભર અલગ અલગ શો ચાલુ રાખવામાં આવતા હોય છે. જેમાં પણ જાગરણ કરતી યુવતિઓ મોટી સંખ્યામાં પહોંચતી હોય છે.

પોલીસનું સઘન ચેકીંગ

પોલીસનું સઘન ચેકીંગ

જાહેરમાં ઉઠબેસ કરાવવામાં આવી
જો કે આ તકે કેટલાક રોમિયો વગર જાગરણે ઉજાગરો કરવા નિકળતા હોય છે. ત્યારે આવા તત્વો દ્વારા યુવતિઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસે પણ જાગરણ કર્યું હતું. અને જાગરણ વિના ઉજાગરા કરતા અનેક રોમિયોને જિલ્લા પંચાયત ચોક સહિતનાં જાહેરમાં ઉઠબેસ કરાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment