રોષ:ગૌવંશમાં ફેલાતા રોગથી ગાંધીધામમાં રોજ 40 મોત, વિરોધથી મૃતદેહોનો નિકાલ અટક્યો - Alviramir

રોષ:ગૌવંશમાં ફેલાતા રોગથી ગાંધીધામમાં રોજ 40 મોત, વિરોધથી મૃતદેહોનો નિકાલ અટક્યો

ગાંધીધામ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સંકુલમાં લમ્પી રોગથી એક તરફ મોત વધ્યા, બીજી તરફ જગ્યાના અભાવે પ્રશ્ન ઉભો થયો
  • મૃતદેહોની વધતી સંખ્યા વચ્ચે સ્થાનિકોએ વિરોધ નોંધાવતા ઉભી થઈ વિકટ પરિસ્થિતિ, રવિવારે કોઇ મૃતદેહ ન ઉપાડાયો

ગાંધીધામ સંકુલમાં પણ ગાય અને ગૌવંશમાં ફેલાઈ રહેલો લમ્પી રોગ છેલ્લા દસ દિવસથી મોટી આપદા બનીને સામે આવી રહ્યો હોય તેમ મૃતકઆંક વધી ગયો છે, તો બીજી તરફ મૃતદેહોના નિકાલ માટેના સ્થાન પાસેના રહેવાસીઓ દ્વારા વિરોધ ઉઠતા હવે મૃતદેહોને ઉઠાવવાની પ્રક્રિયા પણ અટકી ગઈ છે.

ગાંધીધામમાં છેલ્લા દસ દિવસથી દૈનિક ધોરણે 30 થી 40 ગૌવંશ, ગાય મૃત હાલતમાં પડેલી હોવાના કોલ આવી રહ્યા છે, હજી દસ દિવસ પહેલા સુધીમાંજ આ આંકડો સામાન્ય સ્થિતિમાં 10 થી 15 રહેતો હતો.પરંતુ રોગનો અહી પણ વકરતો પ્રકોપ મુકપશુઓને ભરખી રહ્યો હોવાનું સ્પષ્ટ રીતે દેખા દઈ રહ્યું છે.

તો બીજી તરફ પાલિકાના જવાબદારો દ્વારા મુકપશુઓના મૃતદેહોનો જે સ્થળોએ નિકાલ કરાતો હતો, ત્યાંથી વિરોધનો સુર ઉભો થતા રવિવારે તો તે કામગીરી પણ બંધ કરી દેવાતા સમસ્યામાં વધારો થવા પામ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. નોંધવું રહ્યું કે, મુક પશુઓમાં ફેલાતા આ રોગથી સમગ્ર કચ્છમાં ચિંતા પ્રસરી છે ત્યારે હવે તેનો ભોગ ગાંધીધામ સંકુલ પણ બની રહ્યું છે.

ઞૌવંશમાં ફેલાઈ રહેલા રોગથી વધતા મૃતકઆંક વચ્ચે અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ, બીજેપી યુવા મોરચા સાથે સંકુલમાં આયુર્વેદ ઉપચાર થકી રાત્રે એક વાગ્યા સુધી 400 જેટલા ઞૌ વંશને વરિયાળી, સાકર, ઞુલકોઝનુ સરબત બનાવી પીવડાવાયું હતું. સાથે ફટકડી મિશ્રણ વાળા પાણીના ફુવારાથી રાહત મળે તે પ્રયાસ કરાયો હોવાનું રાજભા ગઢવીએ જણાવ્યું હતું. ગૌવંશ ને શરદી થઈ હોય તો ઠંડકનુ સરબત ન પીવડાવી શકાય, તે પણ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment