લગ્ન રેખા પરથી જાણી શકાય કેવો જીવનસાથી મળશે, કેવુ રહેશે દામ્પત્ય જીવન - Alviramir

લગ્ન રેખા પરથી જાણી શકાય કેવો જીવનસાથી મળશે, કેવુ રહેશે દામ્પત્ય જીવન

Astrology

oi-Manisha Zinzuwadia

|

Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હસ્તરેખા શાસ્ત્રમાં જીવન ઉપરાંત જીવનસાથી વિશે પણ જાણી શકાય છે. પ્રેમ અને દામ્પત્ય જીવન કેવુ રહેશે તેના વિશે હથેળીની લગ્ન રેખાની સ્થિતિથી જાણી શકાય છે. લગ્ન રેખા પરથી જાણી શકાય છે કે વ્યક્તિના લગ્ન ક્યારે થશે, કેવો જીવન સાથી મળશે, તેની આર્થિક સ્થિતિ કેવી હશે. વ્યક્તિનુ લગ્નજીવન કેવુ જશે? ચાલો જાણીએ કે હાથની લગ્ન રેખાની કેવી સ્થિતિ શું સૂચવે છે.

હાથની સૌથી નાની આંગળીની નીચે નાની આડી રેખાઓ હોય છે, આ રેખાઓ હથેળીની બહારથી અંદરની તરફ આવે છે. તેને લગ્ન રેખાઓ કહેવામાં આવે છે. આ રેખાઓ હૃદય રેખાની ઉપર હોય છે.

  • જે લોકોના હાથમાં લગ્નની રેખા સ્પષ્ટ હોય છે અને ચંદ્ર પર્વતથી આવતી રેખાને મળતી હોય છે તો આવા લોકો લગ્નના મામલામાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમને સમૃદ્ધ જીવનસાથી મળે છે. સાસરિયા તરફથી અઢળક ધન-સંપત્તિ મળે છે.
  • જો ચંદ્ર પર્વતની રેખા લગ્ન રેખા સાથે આગળ વધે છે તો આવા વ્યક્તિને તેના જીવનસાથી તરફથી ઘણો પ્રેમ મળે છે. તેમના લગ્ન જીવનમાં હંમેશા પ્રેમ રહે છે.
  • જે લોકોની લગ્ન રેખા હલકી અને પાતળી હોય છે, તેઓ પોતાના જીવનસાથી પ્રત્યે બહુ ગંભીર નથી હોતા. આ લોકોને એક કરતા વધુ પ્રેમ સંબંધ હોય છે. લગ્ન પછી પણ તેમના અફેરની શક્યતા છે.
  • જો લગ્ન રેખાનો રંગ લાલ હોય તો આવા લોકોના લગ્ન જીવનમાં હંમેશા પ્રેમ અને ઉત્સાહ રહે છે. જ્યારે લગ્નરેખા પીળી કે સફેદ હોવી એ યુગલ પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે.
  • જે લોકોના હાથમાં 2 સરખી લગ્ન રેખા હોય છે, તેમના 2 લગ્ન થવાની સંભાવના છે. આવી વ્યક્તિ પોતાના બંને જાતક સાથે ખૂબ જ પ્રેમમાં હોય છે. બીજી તરફ જો કોઈ એક રેખા તુલનાત્મક રીતે પાતળી અને ઓછી ઊંડી હોય તો આવા વ્યક્તિના લગ્ન ફક્ત એક જ વાર થાય છે પરંતુ તેનો એક પ્રેમી હોય છે જેને તે ખૂબ પ્રેમ કરે છે.
  • બીજી બાજુ અસ્પષ્ટ, વિકૃત લગ્ન રેખા સૂચવે છે કે જીવનસાથીનુ સ્વાસ્થ્ય સારુ રહેશે નહીં અથવા કોઈ કારણોસર તેમનુ લગ્ન જીવન નીરસ રહેશે.

English summary

Marriage line in palm indicates your life partner and wealth from in laws

Story first published: Tuesday, July 19, 2022, 11:40 [IST]

Leave a Comment