લમ્પી રોગ સામે પશુઓનું રક્ષણ:મોરબી જિલ્લામાં 25 હજારથી વધુ પશુઓને વેક્સીનના ડોઝ અપાયા; પશુ હેલ્પલાઈન પણ શરુ કરાઈ - Alviramir

લમ્પી રોગ સામે પશુઓનું રક્ષણ:મોરબી જિલ્લામાં 25 હજારથી વધુ પશુઓને વેક્સીનના ડોઝ અપાયા; પશુ હેલ્પલાઈન પણ શરુ કરાઈ

મોરબીએક કલાક પહેલા

  • કૉપી લિંક

હાલ ગુજરાતમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સંદર્ભે સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ તેમજ 1962 મોબાઈલ પશુ દવાખાના સાથે પશુ સારવાર વાહન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

સમગ્ર જિલ્લાના પશુઓને રસી આપવામાં આવી
અત્યાર સુધી મોરબી જિલ્લાના 85 જેટલા ગામમાં 267 પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. જ્યાં તમામ પશુઓની 1962 મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. જે હેઠળ અત્યાર સુધી પશુપાલન વિભાગ દ્વારા 13,450 તેમજ દુધ મંડળીઓ દ્વારા 11,940 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. મોરબી તાલુકામાં 90, ટંકારા તાલુકામાં 150, વાંકાનેર તાલુકામાં 15 અને હળવદ તાલુકામાં 12 એમ જિલ્લામાં કુલ 267 કેસ નોંધાયા છે. જેની સામે મોરબી તાલુકામાં 4560, ટંકારા તાલુકામાં 10,185, વાંકાનેર તાલુકામાં 4,040, હળવદ તાલુકામાં 8,182 અને માળિયા તાલુકામાં 400 મળી જિલ્લામાં કુલ 25,369થી વધુ પશુઓને રસી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment