લેખિત રજૂઆત:ભુજના અમનનગરમાં ઉભરાતી ગટરની મુખ્ય ચેમ્બરો અને તૂટેલા નાળા ચેક કરવામાં આવે - Alviramir

લેખિત રજૂઆત:ભુજના અમનનગરમાં ઉભરાતી ગટરની મુખ્ય ચેમ્બરો અને તૂટેલા નાળા ચેક કરવામાં આવે

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 8 મહિના પહેલા નવી ચેમ્બર માટે ખાડો ખોદતી વેળાએ નાળું તૂટ્યું હતું
  • નગરપાલિકા સીઈઓને સ્થાનિકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી

ભુજમાં સારા વરસાદના પગલે થોડા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. જે બાબતે અમનનગરના સુરંગી નૂરમામદ રમજુ, ગની હુસેન સહિત સ્થાનિકોએ ગટરની મુખ્ય ચેમ્બરો ચેક કરાવવા નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે આ વિસ્તારની ગટરની ચેમ્બરો પાણીથી ભરાયેલી છે હજી પણ જ્યારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે ગટર ઉભરાશે તો આ વિસ્તારની હાલત ખરાબ થઇ જશે. જેથી તાત્કાલિક જે મુખ્ય ચેમ્બરો ઓવર ફ્લો થઈ રહી છે પાણી જવાની જગ્યા નથી મળતી તેવી મુસ્લિમ સ્કૂલ ચોકડી વિસ્તાર આસપાસની ગટર તેમજ પાણી કયા કારણોસર નીકળતો નથી તે ચેક કરવામાં આવે.

તેમજ આ વિસ્તારમાં આવેલા વરસાદી નાળો આવેલો છે.સાત-આઠ મહિના પહેલા મોટી ગટર લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. ત્યારે નવી ચેમ્બર બનાવવા વખતે જેસીબીથી ખાડો ખોદાતા નાળાને તોડી નખાયો હતો. જેના કારણે નાળામાં માટી ઉતરી ગઈ છે અને પાણી નીકળતો નથી.

અમનનગર નીચાણવાળો વિસ્તાર છે, અવારનવાર વરસાદી દિવસોમાં આ વિસ્તારની હાલત ગંભીર રીતે ખરાબ થઈ જાય છે તેમજ માલમિલકતનું પણ નુકસાન થતો રહે છે. જેથી આ વરસાદી નાળાની તપાસ કરાવી પાઇપલાઇન બદલાવી આપવામાં આવે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment