લોકલ ટ્રેનોને હજુ કોરોના નડે છે:આ ટ્રેનો સ્પેશિયલના નામે દોડાવાતા પેસેન્જરે રૂ.20થી 35 વધુ ભાડું ચૂકવવું પડે છે - Alviramir

લોકલ ટ્રેનોને હજુ કોરોના નડે છે:આ ટ્રેનો સ્પેશિયલના નામે દોડાવાતા પેસેન્જરે રૂ.20થી 35 વધુ ભાડું ચૂકવવું પડે છે

અમદાવાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • રેલવેએ તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોનું રેગ્યુલર તરીકે સંચાલન શરૂ કર્યું પણ લોકલ બાકી
  • કોરોના પહેલાં લોકલ ટ્રેનોમાં રૂ.10 ભાડું લેવાતું હતું
  • અમદાવાદની લોકલ ટ્રેનમાં રોજ સરેરાશ 20 હજાર પેસેન્જર મુસાફરી કરે છે

માર્ચ 2020માં કોરોના મહામારી શરૂ થયા બાદ રેલવેએ લોકડાઉન બાદ ટ્રેનોનું સંચાલન સ્પેશિયલ ટ્રેન તરીકે શરૂ કર્યું હતું. લગભગ બે વર્ષ સુધી તમામ મેલ એક્સપ્રેસ ટ્રેનો સ્પેશિયલ તરીકે દોડાવ્યા બાદ હવે લગભગ તમામ ટ્રેનોનું રેગ્યુલર ટ્રેન તરીકે સંચાલન શરૂ કરી દીધું છે. તાજેતરમાં મેલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ સીટિંગ કોચમાં પણ હવે સામાન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની છૂટ અપાઈ છે.

તેમ છતાં તમામ લોકલની સાથે ડેમુ, મેમુ ટ્રેનને હજુ કોરોના નડતો હોય તેમ તમામ લોકલ ટ્રેનોને સ્પેશિયલ તરીકે જ દોડાવાઈ રહી છે. જેને કારણે આ ટ્રેનોમાં પેસેન્જરોએ ઓછામાં ઓછું રૂ.20 વધુ ભાડું ચૂકવવું પડે છે. રેલવેએ અમદાવાદ-વડોદરા, અમદાવાદ-વિરમગામ, સાબરમતી-મહેસાણા, સાબરમતી-પાટણ, મહેસાણા-આબુરોડ, સાબરમતી-આબુરોડ, અસારવા-હિંમતનગર અને અસારવા-ડુંગરપુર માટે પેસેન્જર તેમજ ડેમુ ટ્રેનનું સંચાલન કરાઈ રહ્યું છે. આ તમામ ટ્રેનો હજુ સ્પેશિયલ ટ્રેન તરીકે દોડે છે અને બે સ્ટેશનોના અંતર મુજબ વધુ ભાડું વસૂલાય છે. લોકલ ટ્રેનમાં કોરોના પહેલા રૂ.10 ભાડું હતું તેના બદલે હાલમાં રૂ.30 ભાડું લેવાય છે.

અમદાવાદની લોકલ ટ્રેનોમાં રૂ.20થી રૂ.35 સુધી વધુ ભાડું વસૂલાય છે. અમદાવાદની લોકલ ટ્રેનમાં રોજ સરેરાશ 20 હજાર પેસેન્જરો મુસાફરી કરતા હોય અને રેલવે તેમની પાસેથી ઓછામાં ઓછું જો રૂ.20 વધુ ભાડું વસૂલ કરે તો ફક્ત અમદાવાદ ડિવિઝનને રોજના 4 લાખ વધુ આવક થતી હોવાની શક્યતા છે.

અમદાવાદ-વડોદરાનું ભાડું 40ને બદલે 65 લેવાય છે

ટ્રેન સામાન્ય ભાડું સ્પે. ભાડું
સાબરમતી – પાટણ 45 70
સાબરમતી – મહેસાણા 35 55
સાબરમતી – આબુરોડ 55 90
મહેસાણા – આબુરોડ 45 75
અસારવા – હિમ્મતનગર 40 65
અમદાવાદ – વડોદરા 40 65

મહુવા-સુરત સુપરફાસ્ટને નિંગાળા સ્ટેશને સ્ટોપેજ

અમદાવાદ | મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા મહુવા – સુરત સુપરફાસ્ટ ટ્રેનને 18 જુલાઈથી આગામી છ મહિનાના સમયગાળા માટે નિંગાળા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સપ્તાહમાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવાર નિંગાળા સ્ટેશન પર રોકાશે. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ 18 જુલાઈથી મહુવા-સુરત સુપરફાસ્ટ 22.00 કલાકે નિંગાળા સ્ટેશને આવશે અને 22.01 કલાકે ઉપડશે. એ જ રીતે સુરત-મહુવા સુપરફાસ્ટ 19મી જુલાઈથી સવારે 6.02 કલાકે નિંગાળા સ્ટેશન આવશે અને 6.03 કલાકે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment