લોકાર્પણ કરી નાખવાની ચીમકી:મહેસાણામાં નવા અન્ડર પાસનું 5 દિવસમાં લોકાર્પણ નહી કરવામાં આવે તો અમે લોકાર્પણ કરી નાખશુંઃ કોંગ્રસના પૂર્વ શહેર પ્રમુખ - Alviramir

લોકાર્પણ કરી નાખવાની ચીમકી:મહેસાણામાં નવા અન્ડર પાસનું 5 દિવસમાં લોકાર્પણ નહી કરવામાં આવે તો અમે લોકાર્પણ કરી નાખશુંઃ કોંગ્રસના પૂર્વ શહેર પ્રમુખ

મહેસાણા27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે કલેક્ટર અને માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી

મહેસાણા હાઇવે પર મોઢેરા સર્કલ અંડર પાસ તૈયાર થઈ ગયું છે. તેમ છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ત્યારે પાંચ દિવસમાં સરકારી તંત્ર આ અંડરપાસનું લોકાર્પણ નહીં કરે તો અમે લોકાર્પણ કરીશું તેવી લેખિત ચીમકી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ઉચ્ચારી છે.
ચોમાસાના સમયમાં ટ્રાફિકની સમસ્યા
​​​​​​​
મહેસાણા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટે કલેક્ટર અને માર્ગ મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મહેસાણા શહેરના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મોઢેરા સર્કલ પાસે અંડરપાસ બનાવવામાં આવ્યું છે. તેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા અંડરપાસ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને અનેકવાર રજૂઆત કરાય છે અને નોટિસો પણ અપાય છે. દૈનિક હજારો વાહનો હાઇવે પરથી પસાર થાય છે ત્યારે ચોમાસાના સમયમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહે છે.
​​​​​​​​​​​​​​મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે
આ સ્થળે મહેસાણાનું મોટું બસ સ્ટેન્ડ અને સીમંધર જૈન મંદિર આવેલું હોય એસટી બસો લક્ઝરી બસો અને અન્ય નાના-મોટા વાહનોના કારણે ટ્રાફિકને લઈને મહેસાણા શહેરમાંથી પસાર થતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેને ધ્યાનમાં રાખીને આ અંડરપાસનું લોકાર્પણ કરવાની અમારી માગ છે. તેમજ જો પાંચ દિવસમાં સરકાર દ્વારા લોકાર્પણ કરવામાં નહીં આવે તો ના છૂટકે કોંગ્રેસ પક્ષ દ્વારા આ અંડરપાસ ખુલ્લો મુકવામાં આવશે. તેમણે કોન્ટ્રાક્ટરને ભાજપના કોઈ મોટા નેતાના આશીર્વાદ હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment