લોકોના આરોગ્ય સાથે ચેડાં:ધ્રોલના જાયવા ગામમાં કોઈપણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેકટિશ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા - Alviramir

લોકોના આરોગ્ય સાથે ચેડાં:ધ્રોલના જાયવા ગામમાં કોઈપણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેકટિશ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના જાયવા ગામેથી બોગસ તબીબને પકડી પાડતી ધ્રોલ પોલીસે દબોચી લીધો

જામનગરના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા મુન્નાભાઈ પાસેથી એલોપેથિક દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો.

કોઈપણ જાતની ડિગ્રી વગર કરતો હતો મેડીકલ પ્રેકટીસ
ધ્રોલ પો.સ્ટેના પો.સ.ઇ. એમ.આર.સવસેટાની રાહબારી હેઠળ ધ્રોલ પો.સ્ટે.ના સ્ટાફના એ.એસ.આઈ. એમ.પી.મોરી તથા પો.કોન્સ જગદીશભાઈ જોગરાણા તથા પો.કોન્સ મહાવિરસિંહ જાડેજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ધ્રોલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એમ.પી.મોરી તથા પો.કોન્સ જગદીશભાઈ જોગરાણા તથા પો.કોન્સ મહાવિરસિંહ જાડેજા નાઓને સયુકત મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ પો.સ્ટે. વિસ્તારમાં જાયવા ગામે મેઈન ગેટ પાસે દવાખાનુ ખોલી ડોકટર મહેશભાઈ કુબાવત નામનો ઈસમ કોઈ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાને આવતા દર્દીઓને ચેક કરી એલોપેથીક દવાઓ આપી એલોપેથીક તબીબ તરીકે પ્રેકટીસ કરે છે અને માનવ સ્વાસ્થય તથા આરોગ્ય સાથે ચેડા કરે છે.

બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી ગે.કા.દવાખાનુ ચલાવી જાહેર જનતાના સ્વાસ્થય સાથે ચેડા કરી આર્થીક કમાણી કરતા બોગસ ડોક્ટર મહેશભાઈ વલ્લભદાસ કુબાવત જાતે-બાવાજી ઉ.વ.34 ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે.હાલ-ગોકુલ-4ધી પટેલ સ્કુલ પાસે (સનાળા) ગામ તા.જી.મોરબી નાઓ કોઇ ઓથોરાઇઝડ મેડીકલનુ સર્ટી કે ડીગ્રી નો હોવા છતા ગે.કા. રીતે ક્લીનીક ચલાવી ડોક્ટર તરીકે અલગ અલગ માણસોને દવા ઇંજેક્શન આપી લોકોના સ્વાસ્થયને જોખમ રૂપે કૃત્ય કરતા રેઇડ દરમ્યાન પકડી પાડી આઇ.પી.સી. કલમ-336 તથા મેડીકલ પ્રેક્ટીશર્નસ એક્ટ 1963 ની કલમ-30 મુજબ ગુન્હો રજી. કરી વધુ તપાસ હાથે ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment