લોકોના આરોગ્ય સાથે ચેડા:પાવી જેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા; બાતમીને આધારે પોલીસે મામલો થાળે પાડ્યો - Alviramir

લોકોના આરોગ્ય સાથે ચેડા:પાવી જેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા; બાતમીને આધારે પોલીસે મામલો થાળે પાડ્યો

છોટા ઉદેપુર8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે આ ચારેય બોગસ ડોકટરોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

પાવી જેતપુર તાલુકાના છેલ્લા કેટલાક વર્ષોથી પર પ્રાંતના લોકો મેડિકલની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. જેની બાતમી પાવી જેતપુરના પોલીસને મળતાં પાવી જેતપુર પોલીસે તાલુકાના ડુંગરવાંટ ખાતે સપનકુમાર નિરાપદ બિશ્વાસ – મૂળ રહે પશ્ચિમ બંગાળ, સુષ્કાલ ખાતે પ્રોદીપ પ્રફૂલા રોઈ – મૂળ પશ્ચિમ બંગાળ, મોટી આમરોલ ખાતે પલાસ નની ગોપાલ મંડલ – મૂળ રહે પશ્ચિમ બંગાળ અને ચુડેલ ખાતે વિશ્વજીત માધવભાઈ વિશ્વાસ મૂળ રહે – પશ્ચિમ બંગાળ ચારેયના દવાખાના ઉપર રેડ કરીને ચારેય જણાંને ત્યાંથી મેડિકલના સાધનો, એલોપેથીક દવાઓ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.13828.24/- ની મુદ્દામાલ ઝડપી પાડયો છે.

છોટા ઉદેપુર જીલ્લામાં અગાઉ પણ આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા છતાં બોગસ ડોકટરો જામીન પર છૂટીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment