લોકોને મુશ્કેલી:ઉપસળના કાપરી ફળીયામાં ગરનાળુ ધોવાતા રસ્તામાં ગાબડુ, અવર જવર બંધ - Alviramir

લોકોને મુશ્કેલી:ઉપસળના કાપરી ફળીયામાં ગરનાળુ ધોવાતા રસ્તામાં ગાબડુ, અવર જવર બંધ

વાંસદા18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઇમરજન્સિની હાલતમાં લોકોને મુશ્કેલી પડી શકે, તાત્કાલિક પગલા જરૂરી

વાંસદા પંથકમાં થોડા દિવસ અગાઉ સતત આવેલ મુશળધાર વરસાદના કારણે ઉપસળ ગામના કાપરી ફળિયામાં કૈલેશભાઈ રમેશભાઈ પટેલના ઘર તરફ જતો રસ્તો અને ગરનાળુ ધોવાઈ જતા એ તરફ આવેલ છ થી સાત ઘરોના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદમાં ગરનાળુ સંપૂર્ણ પણે ધોવાઈ ગયું હતું. ઉપસળ ગામ ભારે વરસાદના કારણે બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે આ ઘરો ગામના અન્ય લોકોથી પણ સંપર્ક વિહોણા બન્યા હતા.

આ રસ્તો કાચો હોવાના કારણે એમને હાલાકી તો ભોગવવી જ પડે છે, ત્યારે પડ્યા પર પાટુ મારવા જેવું થયું. જ્યારે અહીં પસાર થવા માટે બનાવાયેલ ગરનાળુ વરસાદના પાણીમાં ધોવાઈ ગયું. જેના કારણે સ્થાનિકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના છ થી સાત ઘરો સુધી પહોંચવા માટે આ એક માત્ર રસ્તો હોવાના કારણે પશુપાલકોને વિદ્યાર્થીઓને અને કામ ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. હાલે લોકોને ખેતરની પાળ પરથી જવાનો વારો આવ્યો છે, તેમજ અહીંના લોકોને પોતાની બાઈક કે કોઈપણ વાહન બીજા લોકોના ઘરે મૂકી આવવું પડે છે.

બીમાર તેમજ લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય એવા સમયે ઈમરજન્સી વાહન 108નું પહોંચવું પણ સંભવ નથી. તેથી અહીંના લોકોએ સરકાર અને તંત્રને અપીલ કરી છે કે, આ તરફ તંત્રનું ધ્યાન દોરાય અને એમને અહીં ગરનાળુ બનાવી આપવામાં આવે.

તંત્રને ગરનાળુ બનાવી આપવા અપીલ
અમારે ઘરે જતાં રસ્તામાં આવતું ગરનાળુ થોડા દિવસ પહેલા આવેલ ભારે વરસાદમાં ધોવાઈ ગયું હતું. જેના કારણે અમારી આસપાસના ઘરોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન દોરી ગરનાળુ બનાવી આપે એટલી જ અપીલ છે.>કૈલેશભાઈ રમેશભાઈ પટેલ, કાપરી ફળીયા, ઉપસળ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment