લોકો પરેશાન:રાધનપુરમાં ખાડારાજ હાઇવે ચાર રસ્તાથી પટણી દરવાજા સુધીનો રોડ બિસમાર - Alviramir

લોકો પરેશાન:રાધનપુરમાં ખાડારાજ હાઇવે ચાર રસ્તાથી પટણી દરવાજા સુધીનો રોડ બિસમાર

રાધનપુર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહેસાણાના ચિફ ઓફિસરની નિમણૂંક થઈ પણ આજસુધી હાજર જ થયા નથી
  • ચીફ ઓફિસર અને સેનેટરી ઈન્સપેક્ટર ન હોઈ કોગ્રેસની બોડી કોઈપણ કામ કરી શકતી નથી

રાધનપુર શહેરમાં હાર્દસમા રોડ હાઇવે ચાર રસ્તાથી પટણી દરવાજા સુધીનો રોડ બિસમાર થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદી પાણીથી રસ્તો ધોવાઈ જતાં ખાડા પડી જતાં વાહનચાલકો અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. આ ખાડા પુરવામાં ના આવે તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. તાત્કાલિક ખાડા પુરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસની બોડી હોવાથી રાજ્યની ભાજપ સરકાર દ્વારા કેટલાય સમયથી ચીફ ઓફિસર મુકાતાં નથી. મહેસાણા પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની બદલી રાધનપુર પાલિકામાં કરી છે,પરંતુ મોટા નેતાના વિશ્વાસુ હોવાથી મહેસાણાથી છૂટા કરવામાં આવતાં નથી. જેનો ભોગ રાધનપુર શહેરના લોકોને બનવું પડે છે. પાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે.પાલિકામાં આ બે મુખ્ય જગ્યાઓ ખાલી હોવાથી કોંગ્રેસની બોડી દ્વારા કોઈપણ કામ માટે ખર્ચ કરી શકે તેમ નથી,જેથી કોઈ કામો થતાં નથી.હાઇવે ચાર રસ્તાથી પટણી દરવાજા સુધી ખાડા પુરવા અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment